સમોસા પર રંગ લગાવાય?

23 June, 2026 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયોમાં જે જોવા મળે છે એ જોઈને ફરી કદી સમોસા ન ખાઈએ એવું મન થઈ જાય

વિડિયો વાઇરલ થયા પછી એ વાતની પુષ્ટિ નથી થઈ રહી કે એના પર રંગ લગાવવામાં આવે છે એ સમોસું અસલી છે કે નહીં

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. એમાં સમોસાને એક બ્રશથી રંગ લગાવવામાં આવે છે. પહેલી નજરે એવું લાગે છે કે આ અસલી સમોસા છે અને એના પર ચમક માટે રંગ ચડાવવામાં આવી રહ્યો છે. આ જોઈને કેટલાક લોકોએ અસલમાં રંગ કરીને સમોસા વેચાતા હોવાનો દાવો કર્યો હતો. વિડિયોમાં જે જોવા મળે છે એ જોઈને ફરી કદી સમોસા ન ખાઈએ એવું મન થઈ જાય. જોકે આ વિડિયો વાઇરલ થયા પછી એ વાતની પુષ્ટિ નથી થઈ રહી કે એના પર રંગ લગાવવામાં આવે છે એ સમોસું અસલી છે કે નહીં. એક એવી શક્યતા પણ જતાવવામાં આવી રહી છે કે આ કોઈ ફૂડ-આઉટલેટની ક્લિપ નહીં પરંતુ આર્ટ-વર્કશૉપની ક્લિપ છે. એમાં સમોસાની આજુબાજુમાં વિવિધ રંગોની ડબ્બીઓ પડી છે. આજકાલ મિનિએચર ફૂડ-ડિશનો ટ્રેન્ડ ચાલે છે એની આ ક્લિપ હોઈ શકે છે. 

viral videos offbeat news national news news