ઈસુનું આબેહૂબ શિલ્પ જોઈને લોકો સ્તબ્ધ

20 October, 2022 11:18 AM IST  |  Madrid | Gujarati Mid-day Correspondent

આ શિલ્પનું વજન ૧૬૩.૫ પાઉન્ડ છે, જેમાં અનેક ઘાવ અને સ્ક્રૅચ જોવા મળે છે.

ઈસુનું આબેહૂબ શિલ્પ

કલાકાર એવા શિલ્પનું સર્જન કરે કે એ જાણે જીવંત હોય એવું જ લાગે. આજકાલ એવા હાઇપરરિયલિઝમ પ્રકારનાં કલા સ્વરૂપોના પ્રયોગો વધતા જ જાય છે. એ માત્ર કલા પૂરતું જ સીમિત રહ્યું નથી. કેકની ડિઝાઇન પણ એવી બનાવવામાં આવે જાણે કોઈ ફૂડ આર્ટની ભવ્ય કૃતિઓ બનાવી હોય. જોકે કેક સુધી તો ઠીક, તાજેતરમાં જ ઈસુ ખ્રિસ્તનું વાસ્તવિક શિલ્પ બનાવવામાં આવ્યું હતું જેને લઈને વિવાદ પણ થયો છે. સ્પેનના સલામાન્ક કૅથિડ્રલમાં આ શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું; જેને લેટેક્સ, સિલિકોન અને માણસોના વાળ પણ લગાવવામાં આવ્યા છે. આ શિલ્પ તુરિનના જાણીતા શ્રાઉડમાંથી ભેગા કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. તુરિનનું કફન કેટલાક લોકોના મતે એ કફન છે જેમાં ઈસુને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા ત્યારે લપેટવામાં આવ્યા હતા. આ શિલ્પનું વજન ૧૬૩.૫ પાઉન્ડ છે, જેમાં અનેક ઘાવ અને સ્ક્રૅચ જોવા મળે છે. વર્ષોના સંશોધન અને સર્જનાત્મક પ્રવૃત્તિની આ પરાકાષ્ઠા સમાન છે. આ શિલ્પ જોનારને પ્રભાવિત કરે છે, પરંતુ ઑનલાઇન એણે હલચલ મચાવી છે. કેટલાક લોકોને આ શિલ્પ ખલેલ પહોંચાડે એવું લાગ્યું છે. એક યુઝરે એને નિર્લજ્જ પ્રદર્શન કહ્યું છે. હાલ આ પ્રદર્શન સ્પેનમાં છે પરંતુ ટૂંક સમયમાં એ પાંચેય ખંડમાં પ્રવાસ કરવા તૈયાર છે.

offbeat news international news jesus christ spain madrid