બટન દબાવતાં આપમેળે સાફ થઈ જાય એવી વૉટર બૉટલ શોધાઈ

16 April, 2019 09:24 AM IST  |  અમેરિકા

બટન દબાવતાં આપમેળે સાફ થઈ જાય એવી વૉટર બૉટલ શોધાઈ

વૉટર બૉટલ

તમે ઑફિસમાં વર્ક-સ્ટેશન પર પાણીની બૉટલ ભરીને બેસવાની આદત ધરાવતા હો તો એને રોજ સાફ કરવાની આદત પણ રાખવી જોઈએ. જોકે નિયમિતપણે પાણીની બૉટલ સાફ કરવાનું ભાગ્યે જ લોકોને યાદ આવે છે. અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં આવેલી સ્ટાર્ટ-અપ કંપનીએ અલ્ટ્રાવાયોલેટ-સી કિરણોની મદદથી પાણીની બૉટલ આપમેળે સાફ અને સ્ટરિલાઇઝ્ડ થઈ જાય એવી શોધ કરી છે. બૉટલમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો છોડતી માઇક્રોચિપ મૂકવામાં આવી હોવાથી ઢાંકણ ઉપરનું બટન દબાવતાં જ એમાં કિરણો છૂટે છે અને બૉટલની અંદરથી બૅક્ટેરિયા અને વાઇરસનો ખાતમો બોલી જાય છે. કંપનીનો દાવો છે કે ઍડવેન્ચર મોડમાં આ બૉટલ ૯૯.૯૯૯ ટકા બૅક્ટેરિયા અને ૯૯.૯૯ ટકા વાઇરસનો ખાતમો બોલાવી શકે છે.

આ પણ વાંચો : ઍરપોર્ટ પર અઢી લીટર દૂધ પી ગયા આ ચાઇનીઝ ભાઈ

આ કદાચ વિશ્વની પહેલી જાતે સાફ થઈ જતી વૉટર બૉટલ છે. આ બૉટલને સાફ કરવા તમારે બ્રશ, ગરમ પાણી, સાબુની જરૂર નથી અને સાફ કર્યા પછી તડકે સૂકવવાની પણ જરૂર નથી. નૉર્મલ મોડમાં સાફ કરવી હોય તો જસ્ટ ઢાંકણ પર એક વાર બટન પ્રેસ કરવું અને ઍડવેન્ચર મોડમાં સાફ કરવી હોય તો બે વાર પ્રેસ કરવું. બટન દબાવ્યા પછી ત્રણ જ મિનિટમાં એ જર્મ-ફ્રી થઈ જાય છે.

united states of america offbeat news hatke news