15 June, 2019 10:42 AM IST | ન્યુ યૉર્ક
પાળેલા ઉંદરને લઈને ફરતી મહિલાનો વીડિયો વાઇરલ
સૌથી પહેલાં તો કોઈ વ્યક્તિ ઉંદર પાળે એ વાત જ આપણને બહુ ગમે એવી નથી, પરંતુ વિદેશમાં લોકો પાળેલા ઉંદરને લઈને સાથે ફરવા પણ જાય છે. અમેરિકાના ન્યુ યૉર્ક શહેરના સબવેમાં એક મહિલા પોતાની બહેનપણી સાથે પાળેલા રેટને લઈને ફરવા નીકળી હતી. આ ઉંદર તેના શરીર પર ફર્યા કરતો હતો અને બહેન આરામથી પોતાનું કામ કર્યે જતાં હતાં. બ્રુકલિન જતી ટ્રેનમાં તેની સાથે બહેનપણી હતી તેને પણ ઉંદરનો ડર લાગતો હોય એવું જણાતું નથી.
આ પણ વાંચો : નાઇજીરિયાની આ સ્કૂલમાં ફીના બદલામાં પ્લાસ્ટિકની બૉટલ્સ લે છે
એક તબક્કે ઉંદરભાઈ માલિકણના ટૉપની અંદર ઘૂસી જાય છે છતાં પેલી જરાય ચોંકતી નથી. ઉંદરભાઈ ટૉપની અંદર સફર કરીને આપમેળે બહાર નીકળી જાય છે અને પછી બહેનપણીના ખોળામાં જઈને સેટલ થઈ જાય છે. યસ, આવી ઘટના જો ભારતીય ટ્રેનમાં ઘટે તો શું થાય એની જરા કલ્પના તો કરી જુઓ.