યુવાન ઘરમાં ગયો અને ઘડીકમાં તેની કારમાંથી કન્વર્ટર ચોરાઈ ગયું

15 March, 2021 07:36 AM IST  |  North Warwickshire

યુવાન ઘરમાં ગયો અને ઘડીકમાં તેની કારમાંથી કન્વર્ટર ચોરાઈ ગયું

ચોર

નૉર્થ વૉરવિકશરના હર્લીમાંથી રવિવારે બે ચોરોએ ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી કેટલિટિક કન્વર્ટર ચોર્યું હતું. એક ચોરે વૉક્સહલ એસ્ટ્રાને જૅક પર ચડાવ્યું અને બીજાએ ઍન્ગલ ગ્રાઇન્ડરની મદદ વડે એક્ઝોસ્ટનો પાર્ટ કાપીને અલગ કરીને તફડાવી લીધો હતો. દિવસના અજવાળામાં ઘરની બહારથી પાંચ જ મિનિટમાં ગાડીમાંથી પાર્ટ ચોરાઈ જવાની ઘટના ખરેખર આઘાતજનક છે. ચોરીની ઘટના વખતે કારમાલિક ઘરની અંદર જમી રહ્યો હતો, પણ એ દરમ્યાન તેને કે તેના પરિવારના કોઈ સભ્યને ચોરીનો અંદાજ નહોતો આવ્યો.

કારમાલિકે પહેલાં તો આ ઘટના રાતે બની હશે એમ માન્યું હતું, પરંતુ પછી જ્યારે તેમણે પાડોશીના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયાં ત્યારે ખ્યાલ આવ્યો કે ચોરીની આ ઘટના દિવસના અજવાળામાં ૫.૩૦ વાગ્યે બની હતી. એ સમયે કારનો માલિક અને તેની પત્ની ઘરમાં ભોજન લઈ રહ્યાં હતાં.

કેટલિટિક કન્વર્ટરમાંના પ્લૅટિનમની ગેરકાયદે વેપાર કરતાં વેપારીઓ દ્વારા ઊંચી કિંમત ચૂકવાતી હોવાથી એની ચોરીનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. કેટલિટિક કન્વર્ટરમાં લગભગ પાંચ ગ્રામ પ્લૅટિનમ હોય છે, જેના ભંગારમાં પ્રતિ ગ્રામ ૨૫થી ૩૦ પાઉન્ડ (લગભગ ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયા) મળે છે.

offbeat news hatke news international news