આ બે ભાઈઓએ હાથે કૉમિક બુક્સ બનાવી છે ને વૉટ્સઍપ પર વેચે પણ છે

02 June, 2020 07:45 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

આ બે ભાઈઓએ હાથે કૉમિક બુક્સ બનાવી છે ને વૉટ્સઍપ પર વેચે પણ છે

આ બે ભાઈઓએ હાથે કૉમિક બુક્સ બનાવી

ઘરમાં બેઠાં-બેઠાં કંઈક ક્રીએટિવ કરવાનો વિચાર બાળકોને આવે અને એમાં જો પેરન્ટ્સનો થોડો સાથ મળે તો કેવું-કેવું થઈ શકે છે એનો તાજો દાખલો તામિલનાડુના બે ભાઈઓએ પૂરો પાડ્યો છે. વેલ્લોર જિલ્લામાં રહેતા ૧૩ વર્ષના ઈશાન અને ૧૦ વર્ષના યોહાને નવરા બેઠાં કોરોના વાઇરસને લઈને જાતજાતની માહિતી આપતી કૉમિક બુક્સ તૈયાર કરી છે. એની પહેલી આવૃત્તિનું નામ પાડ્યું છે ધી સ્ટિક્સ કૉમિક્સ.

એમાં કૉમિક બુકની જેમ કેટલાંક કાર્ટૂન્સ અને સાથે સંવાદોના માધ્યમથી સંદેશા પણ લખ્યા છે. વાત એમ છે કે ઈશાનને કૉમિક્સમાં પહેલેથી જ બહુ ઊંડો રસ છે. તે એમ જ કાગળ પર ચીતરડા કરતો હતો એમાંથી તેને આ વિચાર આવેલો. ટિન્કલ અને સ્પાઇડરમૅન જેવી કૉમિક અને ઍલેક્સ રાઇડર અને લે ગેમર જેવાં કૅરૅક્ટર્સ તેનાં ફેવરિટ છે. ઈશાન રોજ કલાકો સુધી આ કૉમિક્સ ક્રીએટ કરીને એની કૉપી બનાવવામાં વ્યસ્ત રહે છે. નાનો ભાઈ યોહાન તેને થોડી મદદ કરે છે અને બાકીના સમયમાં ભાઈએ બનાવેલી કૉમિક્સનું વૉટ્સઍપ પર માર્કેટિંગ કરે છે. અત્યાર સુધીમાં તેમણે ૧૦ બુક્સ પોતાનાં સગાંસંબંધીઓને અને ફ્રેન્ડ્સને રિવ્યુ માટે આપી છે. તેમના પૉઝિટિવ રિવ્યુ પછી જ તેમણે આ બુક વેચાણ માટે મૂકી છે અને એની કિંમત રાખવામાં આવી છે ૫૦ રૂપિયા.

tamil nadu offbeat news hatke news national news