સ્વીડનની આ જેલને મળ્યો ઇકો-ફ્રેન્ડલી જેલનો ખિતાબ

15 April, 2019 01:24 PM IST  |  સ્વીડન

સ્વીડનની આ જેલને મળ્યો ઇકો-ફ્રેન્ડલી જેલનો ખિતાબ

ઇકો-ફ્રેન્ડલી જેલ

મોટા ભાગે જેલ કેટલી હાઈ સિક્યૉરિટીવાળી છે એ નોંધાતું હોય છે, પરંતુ સ્વીડનમાં આવેલી એક જેલની વિચારધારા એકદમ અવળી છે. અહીં જેલને બનેએટલી પર્યાવરણ-ફ્રેન્ડ્લી બનાવવાની કોશિશ થઈ છે. જેલ પર ૧૧૦૦ સ્ક્વેર મીટરની ગ્રીન છત બનાવવામાં આવી છે જેમાં ખાસ વેન્ટિલેશન સિસ્ટમ છે જે હવામાંથી હીટ રીસાઇકલ કરે છે. ચારે તરફની ૬૦૦૦ સ્ક્વેર મીટરની વૉલમાં ઇન્સ્યુલેટેડ કાચ લગાડાયા છે જે બિલ્ડિંગને ઠંડું રાખે છે. જેલમાંથી નીકળતા કચરાને આઠ અલગ-અલગ કૅટેગરીમાં વહેંચીને એના ડિસ્પોઝલ માટે ખાસ એક રૂમ બનાવાયો છે. તેલબન-૪ નામનું આ બિલ્ડિંગ ૨૦૧૦માં એક સ્વીડિશ કંપની પાસેથી ખરીદીને એમાં જેલ અને પ્રોબેશન સર્વિસ સેન્ટર બનાવાયું હતું. બિલ્ડિંગને મેકૅનિકલ વેન્ટિલેશન સિસ્ટમ દ્વારા ઠંડી કે ગરમ રખાય છે. આ સિસ્ટમમાં હવા રીસાઇકલ થઈ જાય છે જેને કારણે ગરમી ઘટી જાય છે.

આ પણ વાંચો : તમારા વતી કોઈક બીજું ટેસ્ટી ફૂડ ખાઈ લે એવી સર્વિસ શરૂ થઈ ચીનમાં

અહીં ફ્રિજ પણ ઓછામાં ઓછી વીજળીથી ચાલે છે. જેલના કિચનના કચરામાંથી બાયોગૅસ બને છે. અહીંનું ૧૨ ટકા ફૂડ ઑર્ગેનિક હોય છે. જેલની બૅરેક પણ એવી રીતે બનાવાઈ છે જેમાં પાણીનો વપરાશ ઓછામાં ઓછો થાય. બ્રીયમ પબ્લિક પ્રોજેક્ટ ૨૦૧૯નો મોસ્ટ ઇકો-ફ્રેન્ડ્લી જેલનો ખિતાબ આ જેલને મળ્યો છે.

sweden offbeat news hatke news