રૉન્ગ સાઇડ વાહન ચલાવવા માટે 6 જણને થઈ બે દિવસની જેલ

30 July, 2019 09:40 AM IST  |  હૈદરાબાદ

રૉન્ગ સાઇડ વાહન ચલાવવા માટે 6 જણને થઈ બે દિવસની જેલ

પ્રતીકાત્મક તસવીર

ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાનું તો ભારતમાં છડેચોક બનતું જ રહે છે અને એમાંય રૉન્ગ સાઇડ વાહન ચલાવવું એ તો દરરોજના કિસ્સા હશે જ. જોકે મોટા ભાગે આવા લોકો ટ્રાફિક પોલીસના સકંજામાં આવતા જ નથી. હૈદરાબાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને રૉન્ગ સાઇડમાં વાહન ચલાવનારાઓને પોલીસે પકડીને બે દિવસની જેલની સજા કરી હતી. સામાન્ય રીતે નિયમ તોડનારાઓ થોડોક દંડ ભરીને છૂટી જતા હોય છે, પરંતુ હૈદરાબાદમાં પહેલી વાર રૉન્ગ સાઇડ ચલાવનારા છ જણને કોર્ટે ૫૦ રૂપિયાના દંડ સાથે બે દિવસની જેલ પણ કરી હતી.

આ પણ વાંચો : ટીનેજર રોજ 8 કલાક ઑનલાઇન ગેમ રમીને જીત્યો 7.7 કરોડ રૂપિયા

પોલીસે શહેરના ખાસ એવા વિસ્તારો શોધી કાઢ્યા છે જ્યાં લોકો રૉન્ગ સાઇડ ચલાવે છે અને એને કારણે અકસ્માતોનો ભય પણ વધે છે. જે છ વ્યક્તિઓને બે દિવસ જેલની સજા થઈ હતી તેઓ ૧૭, ૧૮, ૧૯ ૨૦, ૨૨ જુલાઇએ હૈદરાબાદમાં અલગ અલગ સ્થળે રૉન્ગ સાઇડ વાહન ચલાવતા પકડાયા હતા.

hyderabad offbeat news hatke news