હવે QR કોડ સ્કૅન કરશો એટલે મેન્યૂ તમારા મોબાઇલમાં

02 June, 2020 07:45 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

હવે QR કોડ સ્કૅન કરશો એટલે મેન્યૂ તમારા મોબાઇલમાં

QR કોડ સ્કૅન કરશો એટલે મેન્યૂ તમારા મોબાઈલમાં

રેસ્ટોરાંના માધ્યમથી કોરોના ફેલાય નહીં એ માટે વિશ્વભરના રેસ્ટોરાંના માલિકો જાતજાતનાં ઇનોવેશન કરવામાં વ્યસ્ત છે. ઇટલીમાં લૉકડાઉન ખૂલી ગયા પછી નવી ખૂલેલી રેસ્ટોરાંઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે ખાસ વર્ચ્યુઅલ મેન્યૂ કાર્ડ તૈયાર કર્યું છે. એક જ મેન્યૂ કાર્ડ હજારો લોકોના હાથમાં જાય અને ચેપ ફેલાવે એના કરતાં એક QR તૈયાર કરવામાં આવ્યો છે. વેઇટર એ કોડવાળું પાટિયું હાથમાં લઈને ઊભો રહે અને તમારે સ્માર્ટફોનથી એને જસ્ટ સ્કૅન કરવાનું. એમ કરવાથી એ દિવસની સ્પેશ્યલિટી તમારી સ્ક્રીન પર દેખાય અને તમે એમાં જ ઑર્ડર કરી દો એટલે તમારા મોબાઇલ નંબર, ટેબલ-નંબર સાથે ઑર્ડર કિચનમાં પહોંચી જાય. સ્વાભાવિક છે આટલી ટેક્નિક વિકસી હોવાથી હવે બિલ પર ઑનલાઇન કે વૉલેટ દ્વારા જ ચૂકવવાની પ્રથા પ્રમોટ કરવામાં આવી રહી છે.

italy offbeat news hatke news international news