ત્રણ સ્માઇલીવાળો અજગર 4.37 લાખ રૂપિયામાં વેચાયો

11 March, 2021 07:15 AM IST  |  America

ત્રણ સ્માઇલીવાળો અજગર 4.37 લાખ રૂપિયામાં વેચાયો

ત્રણ સ્માઇલીવાળો અજગર

અમેરિકામાં જ્યૉર્જિયાના ટાકોઆમાં રહેતા અને સર્પ ઉછેરવાનો ધંધો કરતા જસ્ટિન કોબિલ્કા પાસે જુદા-જુદા દેખાવના અજગરોનું સારું કલેક્શન છે. બૉલ પાઇથન નામે ઓળખાતા અજગરો તેના સંગ્રહમાં વિશેષરૂપે જોવા મળે છે. ૧૯ વર્ષથી સ્નેક બ્રીડરના વ્યવસાયમાં સક્રિય અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી ચૂકેલા જસ્ટિન કોબિલ્કાએ બૉલ પાઇથન્સ નામે ઓળખાતી અજગરોની જાતિમાં સફેદ અને સોનેરી પીળા રંગના મૉર્ફ કે કલર-કૉમ્બિનેશન ધરાવતા સર્પોની શોધ ચલાવી હતી. એ શોધમાં તેમને સફેદ બૉલ પાઇથનના શરીર પર (જન્મજાત) સોનેરી પીળા રંગની ડિઝાઇન ધરાવતો અજગર મળ્યો હતો. એના શરીર પરની ડિઝાઇનમાં ત્રણ સ્માઇલી છે. તેથી એ અજગર તમારી સામેથી પસાર થાય તો અજગર તમારી સામે ત્રણ વખત હસ્યો હોય એવો આભાસ તમને થઈ શકે છે. એ વિશિષ્ટ દેખાવ ધરાવતા અજગરને જસ્ટિન કોબિલ્કાએ ૬૦૦૦ ડૉલર એટલે કે ૪.૩૭ લાખ રૂપિયામાં વેચ્યો હતો.

ગયા વર્ષે લૉકડાઉનના મહિનાઓ દરમ્યાન ભારતમાં છત્તીસગઢના અંબિકાપુર, ઉત્તર પ્રદેશના દુધવા નૅશનલ પાર્ક અને ઓડિશાના કેઓન્ઝાર જિલ્લાના જંગલમાં વિશિષ્ટ પ્રજાતિના સર્પ-અજગર જોવા મળ્યા હતા. કેઓન્ઝાર જિલ્લાની દેહન્કીકોટે ફૉરેસ્ટ રેન્જમાં તો રીતસર ત્રણ માથાં, ચાર આંખ અને બે જીભ ધરાવતો વુલ્ફ સ્નેક જોવા મળ્યો હતો.

offbeat news hatke news united states of america georgia