દીકરી માટે ટિશ્યુપેપરમાંથી ગજરો તૈયાર કર્યો

26 February, 2021 08:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દીકરી માટે ટિશ્યુપેપરમાંથી ગજરો તૈયાર કર્યો

સુરેખા પિલ્લઈ નામની એક મહિલાએ માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર સુંદર ગજરાનો ફોટો અપલોડ કર્યો છે, જેણે નેટિઝન્સનાં મોઢાં સીવી દીધાં છે. ગજરો જોઈને કોઈ અવાચક ન જ થાય, પણ જ્યારે ખબર પડે કે આ ગજરો મોગરાની કળીમાંથી નહીં, પણ ટિશ્યુપેપરમાંથી બનાવાયો છે, ત્યારે ચોક્કસ આશ્ચર્યથી મોઢું ખુલ્લું રહી જાય. મહિલાની કલાત્મકતા પર આફરીન બોલાઈ જાય એમાં બેમત નથી. સુરેખા પિલ્લઈએ કહ્યું કે ‘મારી મમ્મીએ કલાકો સુધી બેસીને સાંધા અને શરીરમાં કળતર સહન કરીને મારા માટે ટિશ્યુપેપરમાંથી આ ગજરો તૈયાર કર્યો છે. આ ફોટો અને વિડિયોને અત્યાર સુધીમાં ૧૪૦૦ વ્યુઝ મળ્યા છે.

offbeat news national news viral videos