26મીએ માઉન્ટ એવરેસ્ટ પર માઇનસ 40 ડિગ્રીમાં મૉડલ્સ કરશે રૅમ્પ વૉક

22 January, 2020 07:36 AM IST  | 

26મીએ માઉન્ટ એવરેસ્ટ પર માઇનસ 40 ડિગ્રીમાં મૉડલ્સ કરશે રૅમ્પ વૉક

માઉન્ટ એવરેસ્ટ

પર્યાવરણના રક્ષણાર્થે લોકજાગૃતિ માટે આગામી પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરીએ હિમાલયના શિખર માઉન્ટ એવરેસ્ટ પર ફૅશન શો યોજાશે. સાડાપાંચ હજારથી વધારે મીટરની ઊંચાઈ પર યોજાનારા ફૅશન શોમાં ૧૨ દેશોની ૨૦ મોડલ્સ ભાગ લેશે. એમાં ૧૫ મૉડલ્સ અન્ય દેશોની અને પાંચ મૉડલ્સ નેપાલની રહેશે. મિસ યુનિવર્સ નેપાલ ફૅશન શોનું નેતૃત્વ કરશે. નેપાલની કલા, સંસ્કૃતિ અને પર્યટનને પ્રોત્સાહનની સાથે જ નેપાલના બાયો ડિગ્રેડેગલ ફૅબ્રિકના પ્રચારનો પણ ઉદ્દેશ આ ફૅશન શોના આયોજનમાં છે. ‘માઉન્ટ એવરેસ્ટ ફૅશન રનવે’ નામે યોજાનારા ફૅશન શોમાં જે જગ્યા પર રૅમ્પ વૉક કરવામાં આવશે એ રનવે બાયો ડિગ્રેડેબલ ફૅબ્રિકનો બન્યો છે. આયોજન પાછળ ૫૬૪૪ મીટરની ઊંચાઈ પર પચીસ ટકા ઑક્સિજનના વાતાવરણમાં ફૅશન શોના આયોજનનો વિક્રમ સ્થાપવાનો પણ હેતુ છે. રૅમ્પ વૉક વેળાનાં મૉડલ્સનાં વસ્ત્રો અને પગરખાં બાયો ડિગ્રેડેબલ મટીરિયલનાં બનેલાં રહેશે. ફૅશન શો પૂરો થયા પછી બેઝ કૅમ્પ ખાતે બાયો ડિગ્રેડેબલ ફેબ્રિક તથા નેપાલની કલા, સંસ્કૃતિ અને પર્યટન વિશે માહિતી આપવા માટે કાર્યશાળા પણ યોજાશે.

એ મૉડલ્સ બેઝ કૅમ્પ પર પહોંચવા માટે ૧૪૦ કિલોમીટર ટ્રૅકિંગ કરશે. તેઓ ૧૯ જાન્યુઆરીથી રોજ સાત કલાક ટ્રૅકિંગ કરીને ૧૯ કિલોમીટરનું અંતર પાર કરતાં-કરતાં ૨૫ જાન્યુઆરી સુધીમાં ૧૪૦ કિલોમીટર પાર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. સોમવારે મૉડલ્સ સાડાત્રણ હજાર કિલોમીટર ઊંચે નેમચે સુધી પહોંચી ગઈ હતી. દરેક મૉડલને પહાડ પરનો કચરો ભેગો કરવા માટે બૅગ આપવામાં આવી છે. આ ફૅશન શો માટે વ્યક્તિદીઠ પ્રવાસનો ખર્ચ ૧૦ લાખ રૂપિયા થશે. ફૅશન શોનું આયોજન ભારતના પંકજ ગુપ્તા અને નેપાલના રિકેન મહાજને કર્યું છે.

આ પણ વાંચો : પતિએ વૉટ્‌સઍપ પર બુક કરીને બોલાવેલી કૉલગર્લ પત્ની જ નીકળતાં હાહાકાર

ફૅશન શોમાં સહભાગી થવા વિવિધ દેશોના ૨૪૫ મૉડલ્સની અરજીઓ આયોજકોને મળી હતી, પરંતુ મેડિકલ ફિટનેસ ટેસ્ટમાં પાસ થયેલી મૉડલ્સને જ પસંદ કરવામાં આવી હતી. તેમને બે મહિના પહેલાં હાઈ અલ્ટિટ્યુડ સિકનેસ, ખૂબ ઝડપથી ન ચાલવું, કાર્ડિએક કૅર વગેરેની તાલીમ આપવામાં આવી હતી.

mount everest national news republic day offbeat news hatke news