એક ધાબેથી બીજા ધાબે કૂદકો મારતાં છત તૂટીને ફ્રી-રનર કોઈકના ઘરમાં પડ્યો

24 June, 2019 09:46 AM IST  |  મૉરોક્કો

એક ધાબેથી બીજા ધાબે કૂદકો મારતાં છત તૂટીને ફ્રી-રનર કોઈકના ઘરમાં પડ્યો

સ્ટન્ટ મારતા ધાબુ તોડી બીજાના ઘરમાં પડ્યો

મૉરોક્કોમાં બે ભાઈબંધો પોતાની પાર્કૂર-કળાની કરામત બતાવવા માટે ઊંચી છત પરથી નીચે આવેલી બીજી છત પર કૂદકા મારીને એનો વિડિયો બનાવી રહ્યા હતા એવામાં અચાનક જ જે ઘટના ઘટી એનાથી બન્ને હક્કા-બક્કા રહી ગયા. પાર્કૂર આર્ટમાં માહેર એવા એવા આ ભાઈએ ફ્રી-રનિંગ કરીને લગાતાર એક પછી એક છત કૂદવાનું આરંભ કરેલું અને સાથે તેઓ એનું શૂ‌ટિંગ પણ કરી રહ્યા હતા. બે-ત્રણ છત પછી જ્યારે રનરે બીજી પાકી છત પર ભૂસકો માર્યો ત્યારે તો તેના પગ તળેથી છત સરકી ગઈ અને લિટરલી ઘરની છત પર એ ભાગમાં કાણું પડી ગયું અને તે કોઈકના ઘરમાં જઈને પડ્યો.

આ પણ વાંચો : 3000 ફુટ ઊંચો પર્વત સર કરનારી ૧૦ વર્ષની કન્યા યંગેસ્ટ પર્વતારોહક બની

નવાઈની વાત એ હતી કે ઘરની અંદર પણ તેનું લૅન્ડિંગ સેફ રહ્યું. હાથે નાના-મોટા ઘસરકા સિવાય તેને ખાસ વાગ્યું નહોતું. તેની પાછળ ભૂસકો મારનાર રનરને પણ નવાઈ લાગી અને તે પણ છતમાંના કાણાની અંદર ભાઈબંધ સેફ છે એ જોઈને હસવું રોકી શક્યો નહોતો.

morocco offbeat news hatke news