આસામના કલાકારે બનાવી 30,000 કૅપ્સ્યૂલ ને સિરિન્જમાથી મા દુર્ગાની મૂર્તિ

23 October, 2020 06:39 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

આસામના કલાકારે બનાવી 30,000 કૅપ્સ્યૂલ ને સિરિન્જમાથી મા દુર્ગાની મૂર્તિ

મા દુર્ગાની મૂર્તિ

છેલ્લાં કેટલાંક વર્ષોથી થીમ આધારિત પંડાલ દુર્ગાપૂજાનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. આ વર્ષે મોટા ભાગના પંડાલમાં કોરોના વાઇરસની થીમ પર આધારિત ડેકોરેશન થયું છે. જોકે આસામના ધુબરી ગામના એક આર્ટિસ્ટ સંજીબ બાસકે મેડિકલ વેસ્ટનો ઉપયોગ કરીને દુર્ગામાતાની મૂર્તિ તૈયાર કરી છે. સંજીબ બાસકે ૩૦,૦૦૦ કરતાં વધુ એક્સપાયર્ડ સિરિન્જ અને કૅપ્સ્યૂલનો ઉપયોગ કરીને લગભગ એક મહિનાની જહેમત બાદ આ મૂર્તિ તૈયાર કરી છે. આ અગાઉ સંજીબ બાસકે માચીસની સળી અને વાયરનો ઉપયોગ કરીને દુર્ગામાની મૂર્તિ તૈયાર કરી હતી.

સામાન્ય રીતે એક્સપાયર્ડ થયેલી દવાઓ દુકાનદારો કંપનીને પાછી મોકલતા હોય છે, પરંતુ લૉકડાઉનને લીધે એ શક્ય ન હોવાથી ઘણા મેડિકલ સ્ટોર્સ એક્સપાયર્ડ દવાઓ ફેંકી દેતા હોવાનું ધુબરીમાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગમાં કામ કરતાં સંજીબ બાસકના ધ્યાનમાં આવ્યું હતું. આ વેસ્ટનો ઉપયોગ કરીને તેણે માતાની મૂર્તિ તૈયાર કરવાનું વિચાર્યું હતું.

૨૦૧૯માં તેણે ૧૬૬ કિલો ઇલેક્ટ્રિક વેસ્ટનો ઉપયોગ કરીને માતાજીની મૂર્તિ તૈયાર કરીને આસામ બુક ફૉર રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.

assam offbeat news hatke news national news