10 વર્ષની ટે‌ણકીએ બનાવી છે સિક્સ-પૅક ઍબ્સ

04 June, 2020 08:36 AM IST  |  Georgia | Gujarati Mid-day Correspondent

10 વર્ષની ટે‌ણકીએ બનાવી છે સિક્સ-પૅક ઍબ્સ

10 વર્ષની ટે‌ણકીએ બનાવી છે સિક્સ-પૅક ઍબ્સ

અમેરિકાના જ્યૉર્જિયા સ્ટેટની જિમ્નૅસ્ટ લાયઝા બ્રુક્સ મોઝિયેરનું સિક્સ-પૅક બૉડી-બિલ્ડિંગ વિશિષ્ટ છે. ૧૦ વર્ષની બાળકીનું આવું બૉડી-બિલ્ડિંગ જવલ્લે જ હોય છે. એકાદ વર્ષ પહેલાં લાયઝાને બૉડી-બિલ્ડિંગનો જબ્બર શોખ જાગ્યો. ત્યાર પછી લાયઝા રોજ સવારે ૫.૩૦ વાગ્યે જાગે છે અને રોજ ચાર કલાકથી વધારે અને અઠવાડિયામાં સરેરાશ ૩૦ કલાક કસરત કરે છે. ચાર ભાઈ-બહેનોમાં ફક્ત લાયઝાને બૉડી-બિલ્ડિંગનો જબ્બર શોખ છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ૫૦,૦૦૦થી વધારે ફૉલોઅર્સ માટે લાયઝા પ્રેરણારૂપ છે.

georgia united states of america offbeat news hatke news