3 વર્ષની મહેનત પછી બનાવ્યો 10,30,315 સિક્કાઓનો પિરામિડ

24 June, 2019 10:40 AM IST  |  અમેરિકા

3 વર્ષની મહેનત પછી બનાવ્યો 10,30,315 સિક્કાઓનો પિરામિડ

10,30,315 સિક્કાઓનો પિરામિડ

સિક્કાને એક પર એક ગોઠવ્યા હોય તો એ ઢગલીને હલાવ્યા વિના ઊભી રાખવી અઘરી છે. જોકે અમેરિકાના ઍરિઝોનામાં રહેતા કોરી નેલ્સન નામના ભાઈએ ૧૦ લાખથી વધુ સિક્કા વાપરીને ઊંચો પિરામિડ તૈયાર કર્યો છે. યુટ્યુબ પર પેની બિલ્ડિંગ ફૂલના હુલામણા નામે જાણીતા કોરીભાઈએ લગભગ ત્રણ વર્ષની મહેનત કરીને ૧૦,૩૦,૩૧૫ સિક્કા એકઠા કરીને એને એક પર એક ગોઠવ્યા છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍‍સના અધિકારીઓએ પણ આ અઠવાડિયે સિક્કાના પિરામિડની મુલાકાત લીધી હતી અને ૪૪.૬ ઇંચના આ પિરામિડને વિશ્વના સૌથી ઊંચા સિક્કાના પિરામિડનો ખિતાબ આપ્યો હતો.

આ પણ વાંચો : 5000 કિમીની દુનિયાની સૌથી લાંબી રેસમાં દોડવીરો 20 જોડી જૂતાં બદલે છે

આ પહેલાંનો વિક્રમ લિથુઆનિયાના એક ભાઈએ બનાવેલો જેમાં ૧૦ લાખ સિક્કા વપરાયેલા. કોરી નેલ્સને આ સ્ટ્રક્ચર બનાવવા માટે પિરામિડને ૬૫ સિક્કાઓની હરોળમાં ગોઠવ્યા હતા. સૌથી મોટી નવાઈની વાત એ હતી કે આ પિરામિડનો ઢગલો બનાવતી વખતે એમાં જરાય ગૂંદર કે બીજું કોઈ ઍડહેસિવ વાપરવામાં નથી આવ્યું.

offbeat news hatke news arizona