બોલો, આ બહેનને માઇકલ જૅક્સનનો ફોબિયા છે

29 May, 2019 08:28 AM IST  |  લંડન

બોલો, આ બહેનને માઇકલ જૅક્સનનો ફોબિયા છે

આ બહેનને માઇકલ જૅક્સનનો ફોબિયા

કોઈને ઊંચાઈનો ડર હોય, પાણી કે આગનો ડર હોય કે ઇવન ડ્રાઇવિંગનો ડર હોય, પણ કોઈને અમુક-તમુક વ્યક્તિનો ફોબિયા છે એવું હોઈ શકે? યસ, વેસ્ટ લંડનમાં રહેતી પૉપી જૉન્સન નામની યુવતીને પૉપસ્ટાર માઇકલ જૅક્સનનો ફોબિયા છે. જે માઇકલ જૅક્સન માટે લોકો મરવા-મારવા તૈયાર થઈ જાય છે એ માટે કોઈને ભય હોય એ પહેલી નજરે માન્યામાં નથી આવતું, પણ હકીકત એ છે કે પૉપીબહેન આ ફોબિયાથી ભયંકર હેરાન થઈ રહ્યાં છે. એને કારણે હાલમાં તેણે હિપ્નોથેરપી લેવાની શરૂ કરી છે.

હવે જરાક વાત કરીએ કે પૉપીને આ ફોબિયા આવ્યો ક્યાંથી? તે જસ્ટ પાંચ વર્ષની હતી ત્યારે તેણે માઇકલ જૅક્સનનો એક થ્રિલર વિડિયો જોયો હતો. એમાં માઇકલ અચાનક જ લુક ચેન્જ કરીને અચાનક ઝોમ્બીના ભયાનક રૂમમાં આવી જાય છે અને એની આજુબાજુમાં લોકો ડરના માર્યા થથરી ઊઠ્યા હોય એવું કંઈક દૃશ્ય હોય છે. પાંચ વર્ષથી બાળકીના મનમાં એ દૃશ્યને કારણે એવો ડર પેંસી ગયો કે માઇકલ જૅક્સનનું નામ પડે કે ફોટો જુએ તો પણ તેને એ જ ભયાવહ દૃશ્ય આંખ સામે આવી જાય. અધૂરામાં પૂરું તેના પેરન્ટ્સ માઇકલ જૅકસનના જબરા ફૅન હતા. તેમના ઘરમાં ઠેર-ઠેર જ્યાં જુઓ ત્યાં આ પૉપ-સ્ટારની તસવીરો અને સ્મૃતિચિહ્નો લાગેલાં રહેતાં.

આ પણ વાંચો : આ છે સાઉથ આફ્રિકાના લાજવાબ લાયન્સ

આ બધાંને કારણે તે પોતાના ઘરમાં પણ જાણે માઇકલ જૅક્સનનો પ્રકોપ છે એવું ફીલ કરતી. હવે તો તે ૨૩ વર્ષની થઈ ગઈ છે એમ છતાં તેનો આ ડર ગયો નથી. માઇકલનું નામ પડે, ગીતો સંભળાય તો પણ તે ભયથી લિટરલી થરથર કાંપવા લાગે અને તાવ આવી જાય છે. કોઈ મૅગેઝિનમાં તેનો ફોટો જોવાઈ જાય કે ટીવીમાં તેનું સૉન્ગ કે સમાચાર આવે ત્યારે પણ તે થથરી ઊઠે. પૉપી પોતે હવે સમજે છે કે આ ભય વ્યર્થ છે એમ છતાં એમાંથી મુક્ત નથી થઈ શકતી. તેણે હવે એમાંથી બહાર નીકળવા માટે હિપ્નોથેરપીની મદદ લેવી શરૂ કરી છે.

offbeat news hatke news