હેલ્થ ટ્રીટમેન્ટ તરીકે વધી રહી છે ક્રૂડ ઑઇલ બાથની બોલબાલા

13 April, 2019 09:20 AM IST  | 

હેલ્થ ટ્રીટમેન્ટ તરીકે વધી રહી છે ક્રૂડ ઑઇલ બાથની બોલબાલા

ક્રૂડ ઑઇલ બાથ

આમ તો સ્વાસ્થ્ય જાળવવા માટે અનેક સાચા-ખોટા ટ્રેન્ડ્સ આએદિન આવતા-જતા રહે છે. જોકે અઝરબૈજાનમાં છેલ્લાં કેટલાંક વષોર્માં ક્રૂડ ઑઇલની મદદથી સારવાર થઈ રહી છે. નેફ્ટલેન શહેરમાં ખાસ ક્રૂડ ઑઇલ બાથ દ્વારા સારવાર કરતું એક હેલ્થ સેન્ટર ખૂલ્યું છે. આ સેન્ટરમાં દરદીને બાથટબની અંદર ક્રૂડ ઑઇલમાં ૧૦ મિનિટ સુધી બેસાડી રાખવામાં આવે છે. ઑઇલ બૉડીના તાપમાન કરતાં થોડું વધુ હોય છે એટલે આખા શરીરે લિટરલી તાપ અને શેક થતો હોય એવું લાગે. એ પછી ચીકણું એન્જિન ઑઇલ ત્વચા પરથી દૂર કરવા માટે પણ ખાસ નાહવાની પ્રક્રિયા થાય છે.

આ પણ વાંચો : ઘરમાં ૧૦,૦૦૦ મધમાખી પાળવા બદલ ચીનના યુગલને ૭૦૦૦ રૂપિયાનો દંડ

જે ક્રૂડ ઑઇલની સ્મેલથી ઊબકા આવી જાય અને એન્જિન સાફ કરતાં સહેજ હાથે લાગી ગયું હોય તોય ચીતરી ચડી જાય એવા ઑઇલનો ગળાડૂબ બાથ આપવામાં આવે છે. આ હેલ્થ સેન્ટરનો દાવો છે કે તેમને ત્યાં દુનિયાભરમાંથી લોકો સારવાર માટે આવે છે. રશિયા અને યુરોપિયન દેશોમાં આ પ્રકારની ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

offbeat news hatke news