આ છે સાઉથ આફ્રિકાના લાજવાબ લાયન્સ

28 May, 2019 10:32 AM IST  |  સાઉથ આફ્રિકા

આ છે સાઉથ આફ્રિકાના લાજવાબ લાયન્સ

લાયન્સ

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ માટે સાઉથ આફ્રિકાનાં જંગલો સ્વર્ગ સમાન છે. અહીં જંગલનાં પ્રાણીઓને લાક્ષણિક અદાઓમાં પોતાના કચકડે મઢવા માટે ફોટોગ્રાફર્સ દિન-રાત પડ્યાપાથર્યા રહે છે.

જંગલ અને જંગલના રાજાની સુંદરતાને વર્ણવતી હજારો તસવીરો અત્યાર સુધીમાં આપણે જોઈ હશે, પણ તાજેતરમાં માર્ગોટ રેગેટ નામના ફોટોગ્રાફરે સાઉથ આફ્રિકાના સાવજોની તસવીરો માટે એક સ્પર્ધા યોજી હતી જેમાંથી ટૉપ ૧૦ દૃશ્યો સિલેક્ટ થયાં હતાં.

આ ૧૦ તસવીરોની ‘રિમેમ્બરિંગ લાયન્સ’ નામની એક બુક પબ્લિશ કરવામાં આવી છે. આ બુક થકી જે ભંડોળ એકત્ર થશે એ સિંહો અને વન્ય પ્રાણીઓના કન્ઝર્વેશન અને સેફ્ટી માટે વાપરવામાં આવશે એવું મનાય છે કે આ પુસ્તક થકી બે લાખ પાઉન્ડ એટલે કે આશરે ૧.૭૬ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થશે.

આ પુસ્તકમાં ક્યાંક સિંહનો ઠસ્સો અને દમામ દેખાય છે તો ક્યાંક પોતાના બચ્ચા માટે પ્રેમાળ માની ભૂમિકામાં સિંહ દેખાય છે, ક્યાંક નિષ્ફિકર થઈને માણસોની સૃષ્ટિને નિહાળતો જંગલનો રાજા છે તો ક્યાંક પ્રકાશ-પડછાયાની કમાલથી ઊભાં થયેલાં અવાચક્ થઈ જવાય એવાં દૃશ્યો છે.

south africa offbeat news hatke news