છત્તીસગઢમાં છે રાફેલ નામે ગામ, હવે ગામવાળાઓ આ નામથી પરેશાન

16 April, 2019 11:16 AM IST  |  છત્તીસગઢ

છત્તીસગઢમાં છે રાફેલ નામે ગામ, હવે ગામવાળાઓ આ નામથી પરેશાન

છત્તીસગઢમાં છે રાફેલ ગામ

ફાઇટર પ્લેન રાફેલના સોદા માટે કૉંગ્રેસે કેન્દ્ર સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. જોકે આવી જ સ્થિતિ છત્તીસગઢના એક ગામની પણ છે. એનું કારણ એ છે કે અહીં એક ગામનું નામ છે રાફેલ. મહાસમુંદ ચૂંટણી ક્ષેત્રમાં આવેલા રાફેલ ગામમાં લગભગ ૨૦૦૦ પરિવારોની વસ્તી છે. જ્યારથી કેન્દ્ર સરકાર રાફેલ સોદાના વિવાદમાં ઘેરાઈ છે ત્યારથી આ ગામના લોકોને મજાકનું પાત્ર બનાવવામાં આવ્યું છે. ગામના ૮૩ વર્ષના બુઝુર્ગ ધર્મ સિંહનું કહેવું છે કે ‘બીજા ગામના લોકો અમારી મજાક ઉડાડે છે. તેઓ કહે છે કે કૉંગ્રેસ સત્તા પર આવી તો અમારી પણ તપાસ થશે. અમે ગામનું નામ બદલવા માટે મુખ્ય પ્રધાનના કાર્યાલય પર પણ ગયા હતા, પરંતુ અમે તેમને મળી શક્યા નહોતા. નામમાં સામ્ય હોવાથી લોકોનું નકારાત્મક ધ્યાન દોરાયું છે, પણ કોઈને અમારા ગામના વિકાસની પડી નથી.’

આ પણ વાંચો : માત્ર 11 રૂપિયા માટે પિતા દીકરીને રેસ્ટોરાંમાં ગીરવી મૂકીને ગયો

આ ગામનું નામ રાફેલ કઈ રીતે પડ્યું એ કોઈને ખબર નથી. છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું એ પહેલાંથી ગામનું નામ આ જ છે. આ નામ પાડવા પાછળનો તર્ક પણ ખબર નથી. આ ગામ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. સિંચાઈની કોઈ સુવિધા ન હોવાથી વરસાદ આધારિત ખેતી જ અહીં થાય છે.

chhattisgarh offbeat news hatke news