સદીઓ જૂનું ચેસનું આ મહોરું 8.7 કરોડ રૂપિયામાં વેચાવા નીકળ્યું

06 June, 2019 09:33 AM IST  |  સ્કૉટલૅન્ડ

સદીઓ જૂનું ચેસનું આ મહોરું 8.7 કરોડ રૂપિયામાં વેચાવા નીકળ્યું

ચેસ

ઘરમાં પડેલી નકામી લાગતી જૂનીપુરાણી ચીજના જ્યારે કરોડો રૂપિયા ઊપજે ત્યારે આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. સ્કૉટલૅન્ડમાં એક ઍન્ટિક ડીલર માટે પણ આવું જ કંઈક થયું. ૧૯૬૪માં ભાઈએ આ મહોરું માત્ર પાંચ પાઉન્ડમાં ખરીદ્યું હતું. જોકે એ વખતે તેને એની ખરી ‌કિંમતની ખબર નહોતી. પંચાવન વર્ષ તેના ડ્રૉઅરમાં એમ જ પડી રહેલું આ પ્યાદું જ્યારે તેણે વેચવા કાઢ્યું ત્યારે એની સાથે જોડાયેલો ઇતિહાસ જાણીને એની કિંમત અધધધ થઈ ગયેલી.

આ પણ વાંચો : 6 વર્ષ જૂના બર્ગર 4400 રૂપિયામાં થઇ હરાજી, જોઇને તમે પણ રહી જશો દંગ

સોથબી ઑક્શન હાઉસમાં જ્યારે એને વેચવા માટે લવાયું ત્યારે ખબર પડી કે આ પ્યાદું ૧૨મી સદીના અંતમાં બનાવાયું હતું. આવાં ૯૩ મહોરાં ૧૮૩૧માં સ્કૉટલૅન્ડ ટાપુ પરથી મળી આવ્યાં હતાં. એમાંથી ૮૨ લંડનના બ્રિટિશ મ્યુઝિયમમાં અને ૧૧ એડિનબર્ગમાં છે. આ સેટમાંથી પાંચ પ્યાદાં ગુમ થઈ ગયાં છે. આ પ્યાદું એમાંનું એક છે એટલે એની કિંમત એક મિલ્યન પાઉન્ડ એટલે કે ૮.૭ કરોડ રૂપિયા સુધીની અંકાઈ રહી છે.

scotland offbeat news hatke news