બોલો, ઊંટને લઈને શૉપિંગ કરવા નીકળ્યા આ ભાઈ

13 April, 2019 09:26 AM IST  | 

બોલો, ઊંટને લઈને શૉપિંગ કરવા નીકળ્યા આ ભાઈ

ઊંટને લઈને શૉપિંગ કરવા નીકળ્યા આ ભાઈ

પાળેલાં પ્રાણીઓ માટેની પ્રોડક્ટ્સ વેચતી શૉપમાં લોકો મોટા ભાગે ડૉગી, બિલાડી, સસલાં, કાચબા કે પંખીઓને લઈને જતા હોય છે. જોકે અમેરિકાના મિશિગનમાં મસ્કેગોન ટાઉનમાં આવેલા પેટસ્માર્ટ નામના સ્ટોરમાં ૫૦ વર્ષના સ્કૉટ લેવિસ નામના ભાઈ પોતાના ૧૧ વર્ષના ઊંટને લઈને પહોંચી ગયા હતા. જેફરી નામનો આ ઊંટ સ્કૉટભાઈએ પાળેલો હતો અને તેમના ફાર્મહાઉસનો સૌથી કહ્યાગરો ઊંટ હતો. સ્કૉટની ઇચ્છા હતી કે તે પોતાના ઊંટને લઈને ક્યાંક એવી જગ્યાએ ફરવા જાય જ્યાં તેને ખૂબ માનપાન મળે અને ઊંટને પણ પોતાની પસંદ મુજબનું કંઈક શૉપિંગ કરવાની મજા આવે. પેટસ્માર્ટ શૉપથી વધુ સારો વિકલ્પ બીજો શું હોઈ શકે?

આ પણ વાંચો : હેલ્થ ટ્રીટમેન્ટ તરીકે વધી રહી છે ક્રૂડ ઑઇલ બાથની બોલબાલા

સાડાસાત ફુટ ઊંચા જેફરીને શૉપમાં પ્રવેશવા માટે પોતાની ખૂંધ થોડી નીચી કરવી પડી હતી. બાકી એ સિવાય એને સ્ટોરમાં ફરવાની જબરી મજા પડી ગઈ હતી. સ્ટોરના કર્મચારીઓ પણ આ અજીબોગરીબ મહેમાનને શૉપમાં મજાથી ટહેલતા જોઈને અચંબિત થઈ ગયા હતા.

offbeat news hatke news