12 વર્ષની આ કન્યાએ જાતકમાણીથી બર્થ-ડે ગિફ્ટમાં ખરીદી BMW

17 April, 2019 08:58 AM IST  |  થાઇલૅન્ડ

12 વર્ષની આ કન્યાએ જાતકમાણીથી બર્થ-ડે ગિફ્ટમાં ખરીદી BMW

ર્થ-ડે ગિફ્ટમાં ખરીદી BMW

દસ-બાર વર્ષની ઉંમરની છોકરી નાની-મોટી સ્કિલથી કમાણી કરતી હોય તો પણ કેટલું કમાઈ શકે? આ વાતનો જબરો દાખલો બેસાડ્યો છે થાઇલૅન્ડના ચૅન્ટાબુરીમાં રહેતી 12 વર્ષની નેતહનાન નામની કન્યાએ. નેતહનાન મેકઅપ આર્ટિસ્ટ છે. એવી આર્ટિસ્ટ જેણે ૨૦૧૮ના લંડન ફૅશન વીકમાં ભાગ લીધો હતો અને એ પણ પ્રોફેશનલી. લંડન ફૅશન વીકમાં મેકઅપ કરનારી આ વિશ્વની સૌથી નાની આર્ટિસ્ટ છે. 12 વર્ષની નેતહનાનને મેકઅપનો લગભગ સાતેક વર્ષનો અનુભવ છે. કેમ કે તે ત્રણ વર્ષની હતી ત્યારથી તેણે યુટ્યુબ પર વિડિયો જોઈને મેકઅપ કરવાનું શીખવાનું શરૂ કરી દીધેલું. એક જ વર્ષમાં તેની મેકઅપ-આર્ટ સોળે કળાએ ખીલી ઊઠી હતી. મેકઅપ અને ફૅશનની દુનિયામાં તેણે પ્રોફેશનલી સ્થાન બનાવી દીધું અને પોતાની યુટ્યુબ ચૅનલ દ્વારા પણ કમાણી શરૂ કરી દીધી. થોડા દિવસ પહેલાં તેણે પોતાના ફેસબુક-અકાઉન્ટ પર જાતે કેટલીક તસવીરો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘હૅપી બર્થડે ટુ મી. હું 12 વર્ષની થઈશ. અત્યાર સુધીમાં મને જેકાંઈ મળ્યું એ માટે હું મારા ચાહકોની આભારી છું કે તેમણે મને સપોર્ટ કર્યો.’

આ પણ વાંચો : છત્તીસગઢમાં છે રાફેલ નામે ગામ, હવે ગામવાળાઓ આ નામથી પરેશાન

તેણે પોતાની કમાણીથી BMW કાર ખરીદી લીધી છે, પરંતુ આ કાર ચલાવી શકે એમ નથી.

offbeat news hatke news thailand