મોટાં સ્તનવાળી મહિલાઓનું ચેકિંગ થશે નૉર્થ કોરિયામાં

07 October, 2025 11:25 AM IST  |  North Korea | Gujarati Mid-day Correspondent

હવે પછી કોઈ મહિલા આવી સર્જરી કરાવશે એ તો કિમ જૉન્ગના શાસનમાં શક્ય જ નથી

તાનાશાહ કિમ જૉન્ગ ઉન આએદિન

તાનાશાહ કિમ જૉન્ગ ઉન આએદિન નૉર્થ કોરિયામાં નવા-નવા ફતવા જાહેર કરતો રહે છે. તાજેતરમાં તેણે મહિલાઓની બ્રેસ્ટ-ઇમ્પ્લાન્ટ સર્જરી પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે પછી કોઈ મહિલા આવી સર્જરી કરાવશે એ તો કિમ જૉન્ગના શાસનમાં શક્ય જ નથી, પરંતુ જેમણે પહેલેથી કરાવી હશે તેમને પણ સજા થશે. નૉર્થ કોરિયન સરકારનું કહેવું છે કે ૨૦થી ૩૦ વર્ષની મહિલાઓમાં અચાનક જ સ્તન મોટાં કરાવવાની સર્જરી ખૂબ ફેમસ થઈ ગઈ છે. તેમના દેશમાં પહેલેથી જ બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ કરાવવાની સર્જરીને અસામાજિક ગણવામાં આવી છે, પરંતુ હવે તો એના પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવી સર્જરી કરાવનાર મહિલા કે કરી આપનાર ડૉક્ટર બન્ને સજાને પાત્ર રહેશે. સરકારી ફતવામાં એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે જે મહિલાઓનાં સ્તન સામાન્ય કદ કરતાં મોટાં અને અનયુઝ્અલ સાઇઝનાં લાગે છે તેમને પબ્લિક હેલ્થ સર્વિસ ટીમ દ્વારા ચેકઅપ કરાવવા બોલાવવામાં આવશે. ઑલરેડી ગયા મહિને આ જ કારણોસર બે મહિલાઓને સ્તનવૃદ્ધિ સર્જરી માટે પકડવામાં આવી હતી. પહેલાં પબ્લિક પ્લેસમાં ફરતી મહિલાઓની ગુપ્ત તપાસ કરવામાં આવશે અને જો શંકા જશે તો ચેકઅપ કરાવવાનું રહેશે. જેઓ આ ગુનામાં સામેલ હશે તેમને શ્રમશિબિરોમાં ભરતી કરી દેવામાં આવશે.

offbeat news international news world news north korea