નીતા અંબાણીના કાર-કલેક્શનમાં ઉમેરાઈ રોલ્સ-રૉયસ ફૅન્ટમ-8

11 April, 2024 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રોલ્સ-રૉયસની પ્રારંભિક કિંમત ૧૨ કરોડ રૂપિયા છે. જોકે વિવિધ ફીચર્સ સાથેના મૉડલની કિંમત આનાથી વધારે છે.

રોલ્સ-રૉયસ ફૅન્ટમ-8 EWB

રિલાયન્સ સમૂહના વડા મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણીના કાર-ક્લેક્શનમાં રોલ્સ-રૉયસ ફૅન્ટમ-8 EWBનો ઉમેરો થયો છે. આ રોલ્સ-રૉયસ રોઝ ક્વૉર્ટઝ નામના નવા કલરની છે અને એ ઑર્કિડ વેલ્વેટનું ઇન્ટીરિયર ધરાવે છે. આપણા દેશમાં મોટા ભાગે લોકો વાઇટ કે બ્લૅક કલર વધારે પસંદ કરે છે ત્યારે નીતા અંબાણીની આ ચૉઇસ અનોખી છે. આ રોલ્સ-રૉયસની પ્રારંભિક કિંમત ૧૨ કરોડ રૂપિયા છે. જોકે વિવિધ ફીચર્સ સાથેના મૉડલની કિંમત આનાથી વધારે છે. કારનાં ફીચર્સની વાત કરવામાં આવે તો ફૅન્ટમ ૬.૭૫ લીટર ટ્‍‍વિન-ટર્બો V12 દ્વારા સંચાલિત છે. એન્જિન ઑટોમૅટિક ગિયરબૉક્સ સાથે જોડાયેલું છે જે પાછળના વ્હીલ્સને પાવર આપે છે.

offbeat videos offbeat news nita ambani