અનાથ બાળકીને પોતાનું દૂધ પીવડાવીને તેની મમ્મી બની ગઈ નેપાલની આ મિનિસ્ટર

21 August, 2026 11:11 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

નેપાલનાં મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિક બાબતોનાં પ્રધાન સીતા બાદીના એક અનોખા અને સંવેદનશીલ કાર્યએ આખા દેશના લોકોનાં દિલ જીતી લીધાં છે. કાઠમાંડુના એક શેલ્ટર હોમમાં ગંદકી અને ખરાબ હાલતમાં રહેતાં ૨૦ જેટલાં બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં.

અનાથ બાળકીને પોતાનું દૂધ પીવડાવીને તેની મમ્મી બની ગઈ નેપાલની આ મિનિસ્ટર

નેપાલનાં મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિક બાબતોનાં પ્રધાન સીતા બાદીના એક અનોખા અને સંવેદનશીલ કાર્યએ આખા દેશના લોકોનાં દિલ જીતી લીધાં છે. કાઠમાંડુના એક શેલ્ટર હોમમાં ગંદકી અને ખરાબ હાલતમાં રહેતાં ૨૦ જેટલાં બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. આ દરમ્યાન તબીબી તપાસ વખતે ૧૭ દિવસની એક માસૂમ બાળકી ભૂખથી તરફડીને રડવા લાગી હતી. ત્યાં દૂધ કે ખાવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી પ્રધાન સીતા વાદીએ આ શિશુને પોતાની ગોદમાં લઈને પોતાના બાળકની જેમ બે વાર સ્તનપાન કરાવ્યું હતું. 
સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો ભારે વાઇરલ થઈ રહ્યો છે અને લોકો સીતા બાદીની આ વાત્સલ્યપૂર્ણ મમતાની પ્રશંસા કરી રહ્યા છે. બાળકીને દૂધ પીવડાવ્યા બાદ પ્રધાને કહ્યું હતું કે ‘મેં જ્યારે તેને હાથમાં લીધી ત્યારે મને લાગ્યું કે આ મારું જ સંતાન છે. હવેથી હું જ આની મા છું.’
ખાસ વાત એ છે કે ૧૯૯૫માં જન્મેલાં ૨૯ વર્ષનાં પ્રધાન સીતા બાદી પોતે અત્યંત ગરીબીમાંથી આવ્યાં છે અને બાળપણમાં અનાથાશ્રમમાં રહી ચૂક્યાં છે. માર્ચ ૨૦૨૬માં પ્રધાન બનેલાં સીતા બાદી નેપાલના બાદી સમાજમાંથી દેશનાં પ્રથમ કેન્દ્રીય પ્રધાન બન્યાં છે. એક સમયે પોતે વિતાવેલા કપરા દિવસોને યાદ કરીને તેમણે આ માસૂમ બાળકી માટે મમતાનો દરિયો વહાવી દીધો છે.

offbeat news nepal international news world news relationships