ખીણમાં તરતાં વાદળો

28 July, 2022 09:40 AM IST  |  Kohima | Gujarati Mid-day Correspondent

નાગાલૅન્ડના પ્રધાન ટેમ્જેન ઇમ્ના ઑલેન્ગે ખીણમાં નીચે તરતાં વાદળોનો વિડિયો શૅર કર્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા પર લોકપ્રિય નાગાલૅન્ડના પ્રધાન ટેમ્જેન ઇમ્ના ઑલેન્ગે ખીણમાં નીચે તરતાં વાદળોનો વિડિયો શૅર કર્યો છે, જે ઘણો વાઇરલ થયો છે. પ્રધાને પૂછ્યું પણ છે કે ‘ખીણમાં વાદળો તરી રહ્યાં છે. આ સ્થળ કયું છે, અનુમાન કરો. વિડિયો ઉતારવા બદલ પાઓલેન્થાંગ તુબોઈનો આભાર.’ આ સુંદર ફુટેજ એક વિસ્તાર દર્શાવવાથી શરૂ થાય છે. માત્ર થોડી સેકન્ડમાં વાદળો સમગ્ર વિસ્તારને આવરી લે છે અને નીચે ખીણમાં વહેતાં થઈ જાય છે. ખીણનાં નાનાં-નાનાં ઘરો પણ સુંદર દેખાય છે. વિડિયોમાં સવાર અને રાતના સમયને આવરી લેવાયો છે. યુઝરોએ ​આ વિડિયોને વખાણ્યો છે, તો ઘણાએ સ્થળ વિશેનાં અનુમાન બાંધ્યાં છે. કેટલાક યુઝરોએ આ સ્થળને નાગાલૅન્ડની રાજધાની કોહિમા નજીકની ખીણ તરીકે ઓળખાવતા હતા.

offbeat news national news nagaland