આ ન્યુક્લિયર બૉમ્બ નહીં, તોફાનની ઇફેક્ટ છે

28 September, 2023 09:40 AM IST  |  Oklahoma | Gujarati Mid-day Correspondent

શનિવારે નૉર્મન શહેરમાં મશરૂમ આકારનું વાદળ ફરતું જોવા મળ્યું હતું

મશરૂમ આકારનું વાદળ

અમેરિકાના રાજ્ય ઓક્લાહોમા પર સર્જાયેલા વાવાઝોડાને લીધે આ રાજ્યના આકાશે પરમાણુ વિસ્ફોટના પરિણામની યાદ અપાવી દીધી હતી. ઑનલાઇન પોસ્ટ કરાયેલા સ્ટ્રક્ચરના ફુટેજમાં શનિવારે નૉર્મન શહેરમાં મશરૂમ આકારનું વાદળ ફરતું જોવા મળ્યું હતું.

યુએસ ફોરકાસ્ટર વેધરનેશનના જણાવ્યા અનુસાર તોફાનને કારણે નજીકની સેમિનૉલ કાઉન્ટીમાં બેઝબૉલ્સ કરતાં પણ મોટા કરા પડ્યા હતા.

સેમિનૉલમાં બાઉલેગ્સના રહેવાસીઓએ ખળભળાટ મચાવતાં નારંગી વાદળોની ક્લિપ્સ પોસ્ટ કરી હતી, જેણે ક્રિસ્ટોફર નોલાનની રીસન્ટ‍્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘ઓપનહાઇમર’ની યાદ અપાવી હતી. વેધરનેશને રવિવારે એક્સ પર વાદળોનો વિડિયો શૅર કરીને લખ્યું હતું, ‘નૉર્મનથી અદ્ભુત તોફાનનું માળખું જોવા મળ્યું.’

સ્ટેટ કૅપિટલ ઓસ્ટિનની નજીકના શહેર રાઉન્ડ રૉકમાં પાર્ક કરેલી કાર પર મોટા કરા પડ્યા હતા અને રહેવાસીઓએ વિન્ડશીલ્ડ અને ઘરની બારીઓને થયેલા નુકસાનની જાણ કરી હતી.

united states of america offbeat news international news world news