દેશનો સૌથી મોટો ફૂડી કોણ?

26 December, 2023 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના હનીસ નામના ઝોમૅટો-યુઝરે આ તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. તેણે ૨૦૨૩માં ૩૫૮૦ વખત ફૂડ ઑર્ડર કર્યું હતું. જો એની ઍવરેજ કાઢીએ તો દિવસના ૯થી વધુ વાર ઑર્ડર કરેલું ગણાય.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના હનીસ નામના ફૂડ ડિલિવરી ઍપના કસ્ટમરે એક વર્ષમાં ૩૫૮૦ ઑર્ડર કરતાં ઝોમૅટોએ તેને દેશના બિગેસ્ટ ફૂડીનો ખિતાબ આપ્યો છે.દિવસમાં બે વાર જમવાનું અને બે વાર નાસ્તો કરવાનું તમે રાખતા હો અને દરેક વખતે બહારથી જ ફૂડ ઑર્ડર કરતા હો તો પણ દિવસમાં વધુમાં વધુ ચાર વાર ફૂડ ઑર્ડર કરવાનું થાય, પરંતુ મુંબઈના હનીસ નામના ઝોમૅટો-યુઝરે આ તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. તેણે ૨૦૨૩માં ૩૫૮૦ વખત ફૂડ ઑર્ડર કર્યું હતું. જો એની ઍવરેજ કાઢીએ તો દિવસના ૯થી વધુ વાર ઑર્ડર કરેલું ગણાય. ઝોમૅટોના બીજા એક યુઝરે એક દિવસમાં ૧૨૧ વાર ઑર્ડર કરીને દિવસનો હાઇએસ્ટ ઑર્ડર નોંધાવ્યો હતો. 

દરેક શહેરની તાસીર પણ ઝોમૅટોના ડેટાની ઍનૅલિસિસમાંથી ખબર પડે છે. બૅન્ગલોરમાં સૌથી વધુ બ્રેકફાસ્ટ ઑર્ડર થયા અને દિલ્હીમાં સૌથી વધુ લેટ-નાઇટ ઑર્ડર્સ થયા હતા.

offbeat videos offbeat news social media zomato