૬૦મા વર્ષે મંદિરમાં મળ્યાં, દુખદર્દની વાતો કરતાં-કરતાં પ્રેમ થઈ ગયો અને પરણી ગયાં

19 June, 2026 11:44 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

સંતાનો અને દીકરાવહુ દ્વારા પારાવાર પ્રતાડના સહેતાં આ દાદા-દાદીના જીવનમાં પોતપોતાની દુખભરી કહાણીઓ હતી જેની વાતો કરતાં-કરતાં બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો

૬૦ વર્ષના ઘનશ્યામ મીણાએ રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતાં ગૌરાબાઈ સાથે લગ્ન થયાં છે

મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના ખેડા ગામમાં રહેતા ૬૦ વર્ષના ઘનશ્યામ મીણાએ રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતાં ગૌરાબાઈ સાથે લગ્ન થયાં છે. ઘનશ્યામભાઈ રાજસ્થાનના રામગઢ માતા મંદિરમાં દર્શન કરવા ગયેલા, જ્યાં તેમને ગૌરાબાઈ મળ્યાં. ઘનશ્યામભાઈનાં પત્ની અને ગૌરાબાઈના પતિ થોડા વર્ષો પહેલાં જ ગુજરી ગયાં હોવાથી બન્ને એકલાં હતાં. સંતાનો અને દીકરાવહુ દ્વારા પારાવાર પ્રતાડના સહેતાં આ દાદા-દાદીના જીવનમાં પોતપોતાની દુખભરી કહાણીઓ હતી જેની વાતો કરતાં-કરતાં બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો. પ્રેમ થયા પછી બન્નેએ સમાજ અને બીજા લોકો શું કહેશે એની ચિંતા વિના જ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. મોટી ઉંમરે પ્રેમલગ્નનો આ કદાચ અનોખો કિસ્સો હશે. 

madhya pradesh rajasthan offbeat news national news news