એક માણસની વસ્તી ધરાવતું એકમાત્ર ગામ મોનોવી

17 August, 2024 05:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એસ્લી આઇલર નામનાં આ વૃદ્ધાની ઉંમર ૨૦૨૦ની વસ્તીગણતરી પ્રમાણે ૮૬ વર્ષ હતી. ૫૪ હેક્ટર વિસ્તારમાં વસેલા ગામમાં એસ્લી એકલાં જ રહેતાં હોવાથી મેયરથી બારટેન્ડર અને લાઇબ્રેરિયન તરીકેનાં કામ પોતે જ કરે છે.

એક માણસની વસ્તી ધરાવતું એકમાત્ર ગામ મોનોવી

હા, આ ગામ મોનોવી અમેરિકાના નેબ્રાસ્કામાં આવેલું છે. અહીં ૨૦૦૪થી માત્ર એક જ વ્યક્તિ રહે છે. એસ્લી આઇલર નામનાં આ વૃદ્ધાની ઉંમર ૨૦૨૦ની વસ્તીગણતરી પ્રમાણે ૮૬ વર્ષ હતી. ૫૪ હેક્ટર વિસ્તારમાં વસેલા ગામમાં એસ્લી એકલાં જ રહેતાં હોવાથી મેયરથી બારટેન્ડર અને લાઇબ્રેરિયન તરીકેનાં કામ પોતે જ કરે છે. ૧૯૩૦ સુધી અહીં ૧૨૩ લોકો રહેતા હતા, પરંતુ ધીમે-ધીમે વસ્તી ઘટવા લાગી અને ૧૯૮૦ સુધીમાં ગામમાં માત્ર ૧૮ લોકો જ રહ્યા હતા અને ૨૦૦૦ સુધીમાં માત્ર બે જ વ્યક્તિ, એસ્લી આઇલર અને પતિ રૂડી જ રહ્યાં હતાં. ૨૦૦૪માં રૂડીનું મૃત્યુ થયું ત્યારથી એસ્લી એકલાં જ રહે છે. એ ગામ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે એટલે મુલાકાતીઓ બહુ આવે છે. તેઓમાંના કેટલાક એલ્સીને કામમાં મદદ પણ કરે છે. 

offbeat news international news national news world news gujarati mid-day