15 September, 2025 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક વ્યક્તિ તવા પર આમલેટ બનાવી રહી છે અને પછી આમલેટ પર મહાન પેઇન્ટર લિયોનાર્ડો દ વિન્ચીના ફેમસ મોનાલિસાની આકૃતિ ઊપસાવી છે. આ અનોખી ક્રીએટિવિટીએ બ્રેકફાસ્ટ આર્ટને નવા લેવલ પર પહોંચાડી દીધી છે. પેઇન્ટિંગ કરવાનો શોખ તો ઘણા લોકોમાં જોયો હશે, પણ કુકિંગની કલાની અંદર ક્રીએટિવિટીનો સમન્વય કરનારાઓ બહુ ઓછા હશે. સોશ્યલ મીડિયા પર બે કરોડથી વધુ લોકોએ આ વિડિયો જોયો છે. ઘણાએ સવાલ કર્યો છે કે આ આર્ટિસ્ટ છે કે શેફ?