26 August, 2022 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
‘ઓ ભાઈ મારો મુજે, મારો’ કેટલાક સમય પહેલાં વાયરલ થયેલા એક વીડિયોના આ શબ્દો તમને યાદ છે? આજે પણ નેટિઝન્સનું આના પરથી નવા-નવા મીમ્સ બનાવતા રહે છે. તે વીડિયોમાં જે શખ્સ દેખાય છે તેનું નામ મોમીન છે અને ફરી તેણે નેટિઝન્સને નવું મીમ મટિરિયલ આપ્યું છે.
એશિયા કપને લઈને મોમીનનો એક ખાસ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોમીન પ્રેક્ટિસ કરી રહ્યો છે અને આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે તે શું કરે છે. મોમીને કહ્યું કે, “હું પ્રેક્ટિસ કરું છું. જો શાહિદ આફ્રિદી ન રમી રહ્યો હોય તો કોઈએ તેના વિશે વિચારવું પડશે. જો ટીમને મારી જરૂર પડશે તો હું પોતે મેદાનમાં ઉતરીશ અને ત્રણ સદી ફટકારીશ.” તમે પણ જુઓ આ મજેદાર વીડિયો.
2019માં પાકિસ્તાનની હાર પછી, મોમીને તેની ટીમને ઘણા મેણાંટોણાં માર્યા હતા. તે ઇન્સ્ટાગ્રામ પર પણ શાનદાર રીલ્સ બનાવે છે. તે પોતાની રીલ્સને કારણે પણ ખૂબ ફેમસ થઈ ગયો છે. હવે તે એશિયા કપને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે.