પ્રથમ સુપરકાર કદાચ ૧૨.૨૮ કરોડમાં વેચાશે

14 May, 2023 11:10 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ કાર પ્રતિ કલાક ૧૪૦ માઇલ ઝડપ હાંસલ કરી શકે છે

૩૦૦ એસએલ રોડસ્ટર મર્સિડીઝ

સિલ્વર રંગની ૧૯૬૧ના મૉડલની ૩૦૦ એસએલ રોડસ્ટર મર્સિડીઝમાં અનેક લોભાવનારાં ફીચર્સ છે. આ કાર પ્રતિ કલાક ૧૪૦ માઇલ ઝડપ હાંસલ કરી શકે છે. લિલામીના પ્રવક્તાએ કહ્યું કે ‘વિશ્વની પ્રથમ સુપરકાર રોડસ્ટર અભિનેતાઓ અને સમાજના ધનાઢ્યો અને આગવું સ્થાન ધરાવતા લોકોમાં તત્કાળ હિટ રહ્યું હતું. ૩૦૦ એસએલની આ સુપરકાર શહેરમાં સારી તેમ જ હાઇવે પર એકદમ આનંદદાયી ડ્રાઇવિંગનો અનુભવ કરાવે છે. આ કારનાં માત્ર ૧૮૫૮ મૉડલ બનાવાયાં હતાં, જેમાંથી મોટા ભાગનાં અમેરિકામાં વેચાયાં છે. લેફ્ટ હૅન્ડ ડ્રાઇવિંગના મૉડલને કારણે એ એક અનોખી કાર સાબિત થઈ હતી.’

ક્લાસિક સિલ્વર ફિનિશ અને કન્વર્ટિબલ ટૉપ સાથેની આ કાર જાણે જેમ્સ બૉન્ડ મૂવીમાંથી સીધી બહાર આવી હોય એવી જણાય છે. કારની ફ્રેમ ૧૯૯૦ના દાયકામાં પુન: સ્થાપિત કરવામાં આવી હતી તેમ જ મર્સિડીઝ બેન્ઝ દ્વારા એમાં અધિકૃત રીતે અલૉય એન્જિન ફિટ કરવામાં આવ્યું હતું.

આ કાર બેલ્જિયમમાં યોજાનારી લીલામીમાં ૧૨.૨૮ કરોડ રૂપિયામાં વેચાય એવી શક્યતા છે.

offbeat news international news