આ માણસ પાસે છે ૧૬ પાસપોર્ટ, ૬ વર્ષ અને ૬ મહિના બાવીસ દિવસમાં ફરી લીધી આખી દુનિયા

26 June, 2026 11:42 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર આજકાલ એક વિડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે જેમાં તે માણસ પોતાનો જૂનો પાસપોર્ટ બતાવી રહ્યો છે

બેની પ્રસાદ જાણીતા મ્યુઝિશ્યન અને ટ્રાવેલર છે

સામાન્ય રીતે લોકો પોતાનો પાસપોર્ટ વર્ષો સુધી સાચવીને રાખતા હોય છે. ઘણા લોકોના પાસપોર્ટમાં તો ગણતરીના જ વીઝા અને થોડાક જ સિક્કા મારેલા હોય છે. જોકે એક માણસ એવો પણ છે જેની ફરવાની ઘેલછાએ પાસપોર્ટનાં પાનાંઓની ગણતરી જ ખતમ કરી નાખી. સોશ્યલ મીડિયા પર આજકાલ એક વિડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે જેમાં તે માણસ પોતાનો જૂનો પાસપોર્ટ બતાવી રહ્યો છે. નવાઈની વાત એ છે કે તેની એક-બે નહીં, આખેઆખી ૧૬ પાસપોર્ટ બુક વીઝા અને ઇમિગ્રેશન સ્ટૅમ્પથી ભરાઈ ગઈ છે. કહેવાય છે કે તેણે માત્ર ૬ વર્ષ ૬ મહિના બાવીસ દિવસમાં સમગ્ર વિશ્વની યાત્રા પૂરી કરી લીધી હતી. બેની પ્રસાદ જાણીતા મ્યુઝિશ્યન અને ટ્રાવેલર છે. આમ તો સોશ્યલ મીડિયા પર ફરવા-હરવાને લગતા વાઇરલ વિડિયો જોઈને લોકો ત્યાં જવાનું પ્લાનિંગ કરતા હોય છે, પણ આ ટ્રાવેલરને જોઈને લોકોને આ રીતે પાસપોર્ટ બુક ભરાઈ જાય એટલું ફરવાની ઇચ્છા થઈ રહી છે.

bengaluru offbeat news national news news