લગ્નમાં વણનોતર્યા મહેમાનને મળી વાસણ ધોવાની સજા

03 December, 2022 09:42 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

તેમની સાથે જે થયું એ તો જોકે ફિલ્મની કહાણીનો એક હિસ્સો છે

પ્રતીકાત્મક તસવીર

ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’નો એ સીન તો લગભગ બધાને યાદ હશે; જેમાં આમિર ખાન, આર. માધવન અને શર્મન જોશી તેમની હૉસ્ટેલના વૉર્ડનની દીકરીનાં લગ્નમાં વણનોતર્યા મહેમાન બનીને પહોંચી જાય છે અને પકડાઈ જાય છે. તેમની સાથે જે થયું એ તો જોકે ફિલ્મની કહાણીનો એક હિસ્સો છે, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ઘરથી દૂર હૉસ્ટેલમાં રહેતા છોકરાઓ ઘણી વાર હૉસ્ટેલના બોરિંગ ભોજનથી કંટાળીને આ પ્રકારે લગ્નમાં વગર આમંત્રણે પહોંચી જાય છે. તેમની સાથે કયા પ્રકારનું વર્તન થાય છે એ સામેવાળા પરિવારની માનસિકતા પર નિર્ભર છે.

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં જબલપુરનો એક એમબીએનો વિદ્યાર્થી ભોપાલના એક લગ્ન સમારંભમાં વગર આમંત્રણે પહોંચી ગયો અને વરપક્ષ તરફથી છે કે કન્યા પક્ષ તરફથી એનો જવાબ આપી ન શકતાં પકડાઈ જાય છે.  વિડિયોમાં પકડાઈ ગયેલો આ વિદ્યાર્થી વાસણ ધોતો દેખાય છે. 

offbeat news national news bhopal