17 May, 2021 08:38 AM IST | Hawaii | Gujarati Mid-day Correspondent
માર્ક ઝકરબર્ગ
ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે તાજેતરમાં ૩૭મો બર્થ-ડે હવાઈ ટાપુના દરિયે સર્ફબોર્ડ પર પોતાના સર્ફિંગના દાવપેચ અજમાવીને ઊજવ્યો હતો. તેમણે શુક્રવારે ૧૨,૦૦૦ ડૉલરની કિંમતના તેમના મોટરાઇઝ્ડ ઈફોઇલ સર્ફબોર્ડ પર આ અવિસ્મરણીય મોજનો અનુભવ લીધો હતો
ટેક્નો-વર્લ્ડના બાહોશ ઝકરબર્ગે શૅર કરેલા ૬૦ સેકન્ડની વિડિયો-ક્લિપમાં તેઓ પવનના વેગનો હિંમતથી સામનો કરતા જોવા મળે છે. તેમનો આ વિડિયો ૨૪ લાખ વખત જોવાયો છે અને એમાં ફેસબુકના તેમના ઘણા ચાહકોએ તેમને ‘હૅપી બર્થ-ડે’ લખીને શુભેચ્છા પણ આપી છે.
ઝકરબર્ગ થોડા સમયથી હવાઈમાં જ હતા અને સર્ફિંગની પ્રૅક્ટિસ કરી રહ્યા હતા.