કૉમેડી શો જોતાં-જોતાં હાર્ટ-અટૅક આવ્યો, દર્શકોએ CPR આપીને બચાવી લીધા

22 September, 2025 11:10 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

શોમાં આવેલા લોકોએ તેમનો જીવ બચાવ્યો. એ રાતે ખરેખર ચમત્કાર થયો અને તેમને હૉસ્પિટલમાં ભરતી કરીને સારવાર અપાઈ.’

એ રાતે ખરેખર ચમત્કાર થયો અને તેમને હૉસ્પિટલમાં ભરતી કરીને સારવાર અપાઈ

સ્ટૅન્ડ-અપ કૉમેડી શો હોય તો દર્શકોમાં વારંવાર હાસ્યનું મોજું ફરી વળે એ સ્વાભાવિક છે. જોકે અમેરિકામાં ડ્રિયુ લિન્ચ નામના એક કૉમેડિયનના શોમાં લોકો હસી-હસીને બેવડ વળી ગયા અને એ દરમ્યાન એક વ્યક્તિને હાર્ટ-અટૅક આવી ગયો. તેના શ્વાસ લગભગ થંભી ગયા હતા. પલકવારમાં હાસ્યનો માહોલ ટેન્શનમાં બદલાઈ ગયો. ભીડમાં કોઈએ બૂમ પાડી કે હું ૯૧૧ હેલ્પલાઇન પર ફોન કરું છું તો કેટલાક લોકો છાતી પર દબાણ આપવાની કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) પદ્ધતિથી દરદીને રિવાઇવ કરવાની કોશિશ કરી રહ્યા હતા. કૉમેડિયન ડ્રિયુ લિન્ચે સોશ્યલ મીડિયા પર આ દરદીની તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘પાંચ મિનિટ સુધી તેમની પલ્સ ચાલતી નહોતી. શોમાં આવેલા લોકોએ તેમનો જીવ બચાવ્યો. એ રાતે ખરેખર ચમત્કાર થયો અને તેમને હૉસ્પિટલમાં ભરતી કરીને સારવાર અપાઈ.’

offbeat news international news world news united states of america heart attack