મધ્ય પ્રદેશમાં ‘ચડ્ડીચોર’ ગૅન્ગનો આતંક તો જુઓ, આંગણામાં સૂકવેલાં અન્ડરગાર્મેન્ટ્સ ઉઠાવી જાય છે

17 April, 2024 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનેક ફરિયાદ બાદ પોલીસે આ ચડ્ડીચોર ગૅન્ગની એક વ્યક્તિની ધરપકડ કરી છે.

વાઇરલ વિડિયોની તસવીર

ચોર સામાન્ય રીતે સોનું-ચાંદી કે ઘરની બહાર પાર્ક કરેલાં વેહિકલ ઉઠાવી જાય છે, પણ મધ્ય પ્રદેશના જબલપુરમાં કુખ્યાત ‘ચડ્ડીચોર’ ગૅન્ગ તો ઘરના આંગણામાં સુકાતાં મહિલાઓનાં અન્ડરગાર્મેન્ટ્સ ચોરી રહી છે. વારંવાર ચોરીના બનાવને કારણે પરેશાન એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ગૅન્ગની હરકત જાણવા મળી હતી. આ ઘટનાના CCTV કૅમેરા ફુટેજ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયાં છે જેમાં બુકાનીધારી ચોર એ વિસ્તારનો અભ્યાસ કર્યા બાદ કપડાં ચોરી જાય છે. એક મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચોર એક રાતે તેનાં ઘણાં કપડાં ચોરી ગયો હતો. તો કલ્પિત નામના એક ભાઈએ પણ એવી ફરિયાદ કરી હતી કે માસ્ક પહેરેલો ચોર સ્કૂટી પર મારા ઘર પાસે આવ્યો અને થોડા સમય બાદ અન્ડરગાર્મેન્ટ્સ ચોરીને ભાગી ગયો હતો. અનેક ફરિયાદ બાદ પોલીસે આ ચડ્ડીચોર ગૅન્ગની એક વ્યક્તિની ધરપકડ કરી છે.

offbeat videos offbeat news social media viral videos madhya pradesh