05 May, 2025 12:15 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
ગાડીએ આગ પકડી
જમશેદપુરમાં મરીન ડ્રાઇવ વિસ્તારમાં સુનીલ અગ્રવાલ નામના ભાઈ કારમાં ઘરેલુ ગૅસ સિલિન્ડર લઈને જઈ રહ્યા હતા. ચાલુ કારે સિલિન્ડર અચાનક ફાટતાં ગાડીએ આગ પકડી લીધી હતી. ધમાકા સાથે કાર આગનો ગોળો બની ગઈ હતી અને અંદર બેસેલા સુનીલ અગ્રવાલને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો નહોતો. ભીષણ આગમાં તે અંદર જ બહુ ખરાબ રીતે બળીને મૃત્યુ પામ્યો હતો.