મદ્રાસ હાઈ કોર્ટે NEETમાં યુવતીને ડાયપર પહેરવા અને બદલવા માટેની મંજૂરી આપી

07 May, 2024 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટે જણાવ્યું હતું કે મહિલા ઉમેદવારને રાઇટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટી ઍક્ટ ૨૦૧૬ મુજબ બાયો-બ્રેક આપવો અનિવાર્ય છે

પ્રતીકાત્મક તસવીર

મદ્રાસ હાઈ કોર્ટે પાંચમી મેએ યોજાયેલી NEET UG 2024ની પરીક્ષામાં એક મહિલા ઉમેદવારને ડાયપર પહેરવાની અને જરૂર પડે તો એને બદલવાની મંજૂરી પણ આપી હતી. MBBS કોર્સ માટે મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન લેવા માગતી ૧૯ વર્ષની એક ઉમેદવારને ન્યુરોજેનિક બ્લૅડર નામની બીમારી છે, જેમાં વ્યક્તિનું મગજ શરીરને યુરિન પાસ કરવા માટે સિગ્નલ આપી શકતું નથી. ઑથોરિટીએ યુવતીને એક્ઝામ-હૉલમાં ડાયપર પહેરવાની મંજૂરી ન આપતાં તેણે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે મહિલા ઉમેદવારને રાઇટ્સ ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટી ઍક્ટ ૨૦૧૬ મુજબ બાયો-બ્રેક આપવો અનિવાર્ય છે. જો ઉમેદવારને ડાયપર પહેરીને એક્ઝામ આપવા દેવામાં નહીં આવે તો એ આર્ટિકલ ૧૪ (સમાનતાનો અધિકાર)નું ઉલ્લંઘન કહેવાશે.

offbeat videos offbeat news