માફિયાને પકડવા માટે જાહેર કર્યું એક રૂપિયાનું ઇનામ, શરમથી માફિયાએ સરેન્ડર કરી દીધું

07 February, 2026 01:01 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

ધનરાજે દારૂના માફિયાઓનું એક નેટવર્ક બનાવ્યું હોવાનો આરોપ હતો

ધનરાજ લોધી નામના દારૂના માફિયાને પકડવા માટે જસ્ટ એક રૂપિયાનું ઇનામ જાહેર થયેલું

મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં દારૂના એક માફિયા પર જિલ્લા પોલીસે એક રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. સામાન્ય રીતે કોઈ ગુનેગાર મોસ્ટ વૉન્ટેડ હોય અને તેને પકડી લાવનાર માટે ઇનામની જાહેરાત થતી હોય ત્યારે મોટાં ઇનામોની વાત થાય છે. જેટલો વધુ ખૂંખાર આરોપી હોય એટલું મોટું ઇનામ હોય. જોકે ધનરાજ લોધી નામના દારૂના માફિયાને પકડવા માટે જસ્ટ એક રૂપિયાનું ઇનામ જાહેર થયેલું. ધનરાજે દારૂના માફિયાઓનું એક નેટવર્ક બનાવ્યું હોવાનો આરોપ હતો. પોલીસ લાંબા સમયથી તેને પકડવાની કોશિશ કરી રહી હતી, પણ તે ફરાર જ રહેતો હતો. પોલીસે આરોપી પર માનસિક દબાણ બનાવવા માટે એક રૂપિયાના ઇનામની જાહેરાત કરતાં પોસ્ટર છપાવીને શહેરમાં લગાવી દીધાં હતાં. પોલીસનું કહેવું છે કે આ સાઇકોલૉજિકલ ગેમ છે જેમાં આરોપીને લાગે છે કે તેની હેસિયત એક કોડી જેટલી પણ નથી. આવા ભારણ હેઠળ આરોપીએ સામે ચાલીને પોલીસ પાસે સરેન્ડર કરી દીધું હતું. 

madhya pradesh viral videos offbeat news national news news