31 January, 2026 01:20 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કલકત્તાની જાણીતા ડેન્ટલ કૉલેજ અને હૉસ્પિટલના ડૉક્ટરોએ ૧૦ વર્ષની એક છોકરીને નવું જીવન બક્ષ્યું છે. આ છોકરીને અત્યંત દુર્લભ બીમારી થઈ હતી જેને કારણે છેલ્લાં અઢી વર્ષથી તેનું મોં બંધ જ નહોતું થતું. આખરે ૯૧૨ દિવસ પછી ડૉક્ટરોએ સારવાર દ્વારા ફરી પાછું મોં ખોલ-બંધ થતું ફરી કરવામાં સફળતા મેળવી હતી. આ બાળકીનાં જડબાં અને ચહેરાની માંસપેશીઓને કન્ટ્રોલ કરતી નસોને નુકસાન પહોંચ્યું હતું. તેને ઍક્યુટ ડિસેમિનેટેડ એન્સેફેલોમાઇલાઇટિસ નામનો દુર્લભ ઑટોઇમ્યુન ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર થયો હતો, જેને કારણે ચહેરાના સ્નાયુઓ કડક થઈ ગયા હતા અને મૂવમેન્ટ અટકી ગઈ હતી. લાંબા સમયથી મોં બંધ ન થતું હોવાથી છોકરીને ખાવા-પીવામાં તકલીફ પડતી હતી અને ખુલ્લા મોંને કારણે ડ્રાય માઉથ રહેતું હોવાથી મોંમાં બૅક્ટેરિયા અને દાંતમાં સડો થવાનું જોખમ વધી ગયું હતું. નિષ્ણાતોએ અનેક પ્રયોગાત્મક સારવાર કરીને આખરે તેનું મોં ખોલ-બંધ કરવામાં સફળતા મેળવી હતી.