19 May, 2025 01:21 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
ગુલાબી મીનાકારીના નિષ્ણાત શિલ્પકારોએ બ્રહ્મોસ મિસાઇલની આકર્ષક ટચૂકડી રેપ્લિકા
પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓને ખતમ કરવા માટેનું ઑપરેશન સિંદૂર અને એમાં વપરાયેલાં બ્રહ્મોસ મિસાઇલ આજકાલ બહુ ચર્ચામાં છે ત્યારે કાશીના કેટલાક કલાકારોએ મિસાઇલનું કલાત્મક સ્વરૂપ તૈયાર કર્યું છે. કાશીની ગુલાબી મીનાકારી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. વારાસણીના ગુલાબી મીનાકારીના નિષ્ણાત શિલ્પકારોએ બ્રહ્મોસ મિસાઇલની આકર્ષક ટચૂકડી રેપ્લિકા બનાવી છે. ગુલાબી મીનાકારીમાં ધાતુને ચોક્કસ શેપ આપીને એના પર બ્રાઇટ રંગોથી ચિત્રણ કરવામાં આવે છે. આ નમૂના એટલા સુંદર તૈયાર થયા છે કે દેશભરમાંથી લોકો એ રેપ્લિકાના ઑર્ડર આપી રહ્યા છે. ગુલાબી મીનાકારીના આર્ટિસ્ટ કુંજ બિહારીએ સૈનિકોની બહાદુરીને સલામી આપવા માટે થઈને આ થીમ પર મિસાઇલો બનાવ્યાં છે.
અલગ-અલગ સાઇઝનાં આ મિસાઇલોની કિંમત ૧૦,૦૦૦થી લઈને ૨૫,૦૦૦ રૂપિયા સુધીની છે. લોકો આ ખાસ ઑપરેશનની યાદોને આર્ટિસ્ટિક ફૉર્મમાં યાદ તરીકે સંઘરવા માગે છે.