07 July, 2024 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્વિગી
મનપસંદ ગીતોની જેમ હવે લોકો ફૂડનું પણ લિસ્ટ બનાવી શકશે. મોટા ભાગની મ્યુઝિક-ઍપ્સ પર યુઝર પ્લેલિસ્ટ બનાવી શકે છે એ જ રીતે હવે ફૂડનું પણ ‘ઈટલિસ્ટ’ બનાવી શકાશે.
દુનિયાભરમાં ઘણી ફૂડ ડિલિવરી ઍપ્લિકેશન્સ છે, પરંતુ એક પણ ઍપમાં આવું લિસ્ટ બનાવવાની સુવિધા નહોતી. સ્વિગી દુનિયાની પ્રથમ સર્વિસ-પ્રોવાઇડર છે જેણે આ સુવિધા એના યુઝર્સને આપી છે. યુઝર હવે વિવિધ હોટેલની વિવિધ વાનગીને તેમના ‘ઈટલિસ્ટ’માં બુકમાર્કની જેમ સેવ કરી શકશે તેમ જ એક જ લિસ્ટ નહીં, વિવિધ લિસ્ટ બનાવી શકશે. આ સાથે જ હવે યુઝર્સ તેમના લિસ્ટને ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે સોશ્યલ મીડિયા પર શૅર પણ કરી શકશે તથા અન્ય યુઝર્સ દ્વારા બનાવાયેલું લિસ્ટ પણ જોઈ શકશે. સ્વિગીના એક રિપોર્ટ મુજબ ૫૮ ટકા યુઝરને શું ખાવું એ માટે મદદની જરૂર પડે છે તેમ જ ૬૮ ટકા યુઝર્સ ફ્રેન્ડ્સ અને ફૅમિલી પાસેથી સજેશન માગતા હોય છે. એ માટે જે-તે રેસ્ટોરાં અથવા તો આઇટમમાં રેટિંગની નીચે એક ઑપ્શન આપવામાં આવ્યો છે એમાં ‘સેવ ટુ ઈટલિસ્ટ’ પર ક્લિક કરતાં આ લિસ્ટ બનશે.