ટ્રેનના મુસાફરોને હુમલાથી બચાવવા જપાને બ્લેડથી પણ ન ચિરાય એવી છત્રી બનાવી

24 October, 2024 02:16 PM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનની ટ્રેનોમાં ચપ્પુ કે ધારદાર વસ્તુઓના હુમલાથી યાત્રીઓને નુકસાન ન થાય એ માટે ખાસ પ્રકારની બ્લેડથી પણ ન ચિરાય એવી છત્રી બનાવવામાં આવી છે.

છત્રીઓ યાત્રીઓને હુમલાથી બચાવશે

જપાનની ટ્રેનોમાં ચપ્પુ કે ધારદાર વસ્તુઓના હુમલાથી યાત્રીઓને નુકસાન ન થાય એ માટે ખાસ પ્રકારની બ્લેડથી પણ ન ચિરાય એવી છત્રી બનાવવામાં આવી છે. જપાનના ઓસાકા શહેરમાં વેસ્ટ જપાન રેલવે કંપની (JR વેસ્ટ)એ નવાં સુરક્ષા સાધનો ‌વિશે પત્રકારોને માહિતી આપી હતી. ઉપાડવામાં હળવી અને ઉપયોગ માટે સરળ આ છત્રીઓ યાત્રીઓને હુમલાથી બચાવશે એવી આશા JR વેસ્ટના અધ્યક્ષ કાઝુકી હસેગાવાએ વ્યક્ત કરી છે. રેલવેએ મહિલા-કર્મચારીઓ માટે ઉપયોગમાં સરળ એવી એક ઢાલ પણ બનાવી છે. ટૂંક સમયમાં ૧૨૦૦ જેટલી નવી છત્રી ૬૦૦ ટ્રેનમાં રાખવામાં આવશે.

japan international new news world news offbeat news