Viral Video: બોલો, માણસને કૂતરો બનવાનોય શોખ હોય! આ જૅપનીઝે ડૉગ બનવા ૨૨૦ કરોડ ખર્ચ્યા છે કે પછી બીજું જ કંઇ!

09 August, 2026 11:20 AM IST  |  Japan | Gujarati Mid-day Online Correspondent

Viral Video: દાવો થઇ રહ્યો છે કે ટોકોભાઈએ પોતાના માનવદેહને શ્વાનદેહમાં ટ્રાન્સફૉર્મ કરવા માટે અનેક સર્જરીઓ કરાવી છે. અને હવે તે એકદમ ડિટ્ટો કૂતરાની જેમ જ વર્તન કરે છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સોશિયલ મીડિયામાં હેરતઅંગેજ કરી મૂકે તેવા વિડિયો વાઇરલ થતાં હોય છે. તાજતેરમાં જ જપાનના એક શખ્સનો વિડિયો વાઇરલ (Viral Video) થયો હતો. આ વિડિયોમાં એક કૂતરો જોવા મળી રહ્યો છે. પરંતુ વાસ્તવમાં તે એક માણસ હોવાની ચર્ચાઓ થઇ રહી છે. જપાનના એક શખ્સે પોતે સર્જરી કરાવીને કૂતરાનું રૂપ ધારણ કર્યું હોવાની વાતોએ સોશિયલ મીડિયા ગાંડુ કર્યું છે. 

ટોકોભાઈએ માનવદેહને શ્વાનદેહમાં ટ્રાન્સફૉર્મ કરવા માટે અનેક સર્જરીઓ કરાવી?

કહેવાઈ રહ્યું છે કે જપાનના ટોકો નામના એક કરોડપતિ શખ્સે પોતે કૂતરા જેવો દેખાવ અંગીકાર કરવા માટે આશરે ₹૨૨૦ કરોડ ખર્ચી નાખ્યા છે અને પોતાના માનવદેહ પર અનેક સર્જરીઓ કરાવીને તેણે એક ડૉગ જેવો દેહ ધારણ કર્યો છે. એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે ટોકોભાઈએ પોતાના માનવદેહને શ્વાનદેહમાં ટ્રાન્સફૉર્મ કરવા માટે અનેક સર્જરીઓ કરાવી છે. અને હવે તે એકદમ ડિટ્ટો કૂતરાની જેમ જ વર્તન કરે છે અને ડૉગ (Viral Video) જેવું જ જીવન જીવી રહ્યો છે.

સર્જરી નહિ, હૂબહૂ કૂતરાનો કોસ્ચ્યુમ બનાવડાવ્યો હોવાની વાતો

જોકે, આ વાઇરલ (Viral Video) દાવાની પાછળનું સત્ય કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. ટોકોભાઈએ શ્વાનદેહ ધારણ કરવા માટે કોઈ સર્જરી નહીં પરંતુ `કસ્ટમ-મેઇડ કોસ્ચ્યુમ`નો સહારો લીધો છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર આ ટોકોભાઈએ સર્જરી કરાવી હોવાની વાતમાં કંઇ દમ નથી. તે સાવ ખોટી વાત છે. ટોકોભાઈએ પોતાના માનવદેહમાં ફેરફાર કરવા માટે કોઈપણ પ્રકારની પ્લાસ્ટિક કે મેડિકલ સર્જરી તો નથી જ કરાવી, અને તે તે હજુ પણ એક માનવદેહધારી જ છે. વાસ્તવમાં જપાનના આ ટોકોભાઈને બચપણથી જ એનિમલ્સ પ્રત્યે ખૂબ લગાવ હતો. તેની વર્ષોથી ઈચ્છા હતી કે એકવાર તો તેણે એનિમલ્સ જેવું જીવન જીવી જાણવું છે. અલબત તેણે પોતાની આ ઈચ્છાપૂર્તિ માટે ફિલ્મો અને ટીવી જાહેરાતો માટે ખાસ પ્રોપ્સ બનાવતી એક પ્રખ્યાત જૅપનીઝ કંપનીનો કોન્ટેક્ટ કર્યો હતો. અને ટોકોભાઈએ ખાસ કરીને `બોર્ડર કોલી` (Border Collie) પ્રજાતિના ડૉગ જેવો દેખાવ ધારણ કરવા માટે કંપની પાસે ખાસ પ્રકારનો કોસ્ચ્યુમ તૈયાર કરાવડાવ્યો હતો. આખરે કંપનીએ પણ ટોકોભાઈની શરીરરચના, વાળ અને પગના આકારને ધ્યાનમાં રાખીને ચાલીસ દિવસની મહેનત બાદ એક હૂબહૂ કૂતરાનો કોસ્ચ્યુમ તૈયાર કરી આપ્યો હતો. અને આ ટોકોભાઈએ એ જ કોસ્ચ્યુમ પહેરીને તે હૂબહૂ કૂતરા જેવો દેખાવ ધારણ કરીને સોશિયલ મીડિયાને રવાડે ચડાવ્યું હતું.

બીજી તરફ કેટલાક લોકો આ વાઇરલ થઇ રહેલા ટોકોભાઈના વિડિયો (Viral Video)ને ફૅક ગણાવી રહ્યા છે. આ વિડિયો AI દ્વારા બનાવેલો છે એમ કહીને ઘણાએ તો આખી વાતને રદિયો જ આપી દીધો છે. હવે રહી વાત ખર્ચાની તો વાઇરલ દાવા અનુસાર ટોકોભાઈએ શ્વાનદેહ ધારણ કરવા આશરે ૨૨૦ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પણ કેટલાક રિપોર્ટ્સ આ આંકડો પણ ખોટો બતાવી રહ્યા છે. અને કહી રહ્યા છે કે ટોકોભાઈએ ડૉગ જેવા આઉટફિટ માટે લગભગ ૨૦ લાખ જૅપનીઝ યેન ખર્ચ્યા છે. મતલબ કે ૧૧થી ૧૨ લાખ રૂપિયા થાય. ટૂંકમાં, ટોકોભાઈએ પોતાના માનવદેહને કૂતરાના દેહમાં ફેરવી નાખવા કોઈ મોટી સર્જરી તો કરાવી નથી જ.

offbeat news japan viral videos social media international news world news