29 May, 2023 12:50 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
યુકિકો
જૅપનીઝ આર્ટિસ્ટે તેના કૌશલનું પ્રદર્શન કરી ન વેચાયેલી બ્રેડમાંથી સુંદર બ્રેડ લૅમ્પ તૈયાર કરી ખોરાકના બગાડ પ્રત્યે જાગૃતિ ફેલાવી છે. બ્રેડમાંથી બ્રેડ લૅમ્પ તૈયાર કરવાની વિડિયો-ક્લિપમાં જોઈ શકાય છે કે યુકિકો લાંબી બ્રેડનો વચ્ચેનો ભાગ કાઢીને એમાં લાઇટિંગ ઇન્સ્ટૉલ કરે છે. બ્રેડ લૅમ્પના આકર્ષક લુકે સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સોશ્યલ મીડિયા યુઝરે લાઇટિંગની પ્રશંસા કરતાં કહ્યું છે કે જે સપ્રમાણ રીતે અંદરનો ભાગ કાઢીને લૅમ્પ તૈયાર કરાયો છે એ અદ્ભુત છે. યુકીકો ‘પમ્પશેડ્સ’ના બ્રૅન્ડ નેમ હેઠળ ક્વેસૉન્ગ અને બગેટ્સ સહિત બ્રેડમાંથી તૈયાર કરેલા અનેક વિવિધતાસભર લૅમ્પ વેચે છે, જેની કિંમત ૫૦૦થી માંડીને ૧૫,૦૦૦ રૂપિયા સુધીની હોય છે. ખાવાની બ્રેડમાંથી તૈયાર કરાયેલા આ લૅમ્પમાં ઍન્ટિ-મોલ્ડ કોટિંગ હોય છે.