આ જૅપનીઝ મ્યુઝિયમમાં લોકો પ્રાણીઓની પૂંઠ સૂંઘવા જાય છે

23 June, 2025 11:27 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

બૅકના ભાગમાં એક કાણું પણ હોય છે જેની નજીક વિઝિટર નાક લઈ જાય તો તેને અદ્દલ એવી જ વાસ આવે જે રિયલમાં પ્રાણીની પૂંઠમાંથી આવતી હોય.

આ જૅપનીઝ મ્યુઝિયમમાં લોકો પ્રાણીઓની પૂંઠ સૂંઘવા જાય છે

વિશ્વભ્રમણ કરતી વખતે તમે ઍડ્વેન્ચરસ અને વિચિત્ર સ્થળોની મુલાકાત લીધી હશે, પણ જપાનમાં એક મ્યુઝિયમ છે જેની ખાસિયત એ છે કે લોકો અહીં કયાં પ્રાણીઓની પૂંઠમાંથી કેવી વાસ આવે છે એ જાણવા માટે જાય છે. અલબત્ત, અહીં રિયલ પ્રાણીઓ નથી હોતાં, પરંતુ જે-તે પ્રાણીઓના ફોટો હોય છે અને એ પણ પ્રાણીઓની બૅક સાઇડનો ભાગ દેખાતો હોય છે. બૅકના ભાગમાં એક કાણું પણ હોય છે જેની નજીક વિઝિટર નાક લઈ જાય તો તેને અદ્દલ એવી જ વાસ આવે જે રિયલમાં પ્રાણીની પૂંઠમાંથી આવતી હોય. આ એક્ઝિબિશન મ્યુઝિયમ જપાનના કોબે શહેરમાં આવેલા અટોઆ ઍક્વેરિયમનો એક ભાગ છે. બિલાડીથી લઈને ટાઇગર અને કૅટથી લઈને કાંગારૂ સુધીનાં પ્રાણીઓની પૂંઠ આ મ્યુઝિયમમાં સૂંઘવા મળી શકે છે.

japan international news news world news offbeat news social media