ઈરાનમાં એક એવું ગામ છે જ્યાં રોડ નથી, ઘરની છત પર લોકો ચાલે છે અને કાર-બાઇક ચલાવવા પર પ્રતિબંધ છે

09 July, 2026 12:34 PM IST  |  Rasht | Gujarati Mid-day Correspondent

હાડને કોતરીને એ જ પથ્થરોમાંથી બનેલાં મકાનો અને છતને રોડ તરીકે વાપરવામાં આવે છે

મસુલેહ નામનું આ ગામ ૬૦૦થી ૭૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે

ઈરાનના ગિલાન પ્રાંતમાં પહાડના ઢોળાવ પર એક ગામ વસેલું છે. આ ગામ એટલું અનોખું છે કે અહીં કાર કે બાઇકને પ્રવેશ જ નથી. ગામ આખું પર્વતના ઢોળાવ પર બનેલું છે એટલે ઘરોની સપાટ છતોને જ રસ્તા તરીકે ટ્રીટ કરવામાં આવે છે. છેક તળેટીમાં બનેલાં ઘરોની છત પર બીજાં ઘરો બનેલાં છે, પરંતુ એ સર્ક્યુલર આકારમાં બનેલાં ઘરોની આગળ ચાલવા માટે જે રોડ જેવી જગ્યા છે એ હકીકતમાં નીચેના મકાનની છત હોય છે.

મસુલેહ નામનું આ ગામ ૬૦૦થી ૭૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે. અહીંનાં ઘરો પણ પથ્થર અને માટીનાં બનેલાં છે. પહાડને કોતરીને એ જ પથ્થરોમાંથી બનેલાં મકાનો અને છતને રોડ તરીકે વાપરવામાં આવે છે. ગામમાં બધા પગપાળા જ ફરે છે. સૌથી ઊંચા મકાન પર ચડવા માટે ડઝનબંધ ઘરોની છત પર ચાલીને ચડવું પડે છે. ઈરાન સરકારે મસુલેહને રાષ્ટ્રીય ધરોહર જાહેર કર્યું હોવાથી યુદ્ધની સ્થિતિ પહેલાં અહીં ખૂબ પર્યટકો આવતા હતા. સ્થાનિકો સ્થાનિક ક્રાફ્ટ, ખેતી અને પર્યટનને લગતા વ્યવસાયોથી આજીવિકા રળે છે. 

iran offbeat news international news world news news